મહીસાગરમાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં લોકોએ આરોગ્ય સેવાઓનો લીધો લાભ
આરોગ્ય વિભાગના કર્મચારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ કેમ્પમાં જૂના હઠીલા રોગો, ખાંસી, દમ, ખસ, ખરજવું, શરદી, વ્યંધત્વ વિગેરે રોગોની સારવાર આપવામાં આવી હતી. આયુર્વેદિક અને હોમિયોપેથીક સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.
આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે આયુર્વેદ ફોર વન હેલ્થ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત મહીસાગર ખાતે આયુર્વેદ શાખા દ્વારા નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ સર્વ રોગ નિદાન માટે યોજાયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા ભગવાન ધનવંતરીની પૂજા અર્ચના કરી કાર્યક્રમ શરૂ કરાયો હતો.
આ પણ વાંચો મહીસાગરમાં બિહારના CM નીતિશ કુમારના પૂતળાનું દહન, વસ્તી વધવા મુદ્દે કરેલી ટિપ્પણી સામે રોષ