Gujarati Video : બુટલેગરોએ AMCના મલ્ટિલેવલ પાર્કિંગને જ બનાવ્યો દારૂનો અડ્ડો, વિદેશી દારુનો મોટો જથ્થો ઝડપાયો

| Edited By: | Updated on: May 18, 2023 | 1:05 PM

Ahmedabad News : ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે નવરંગપુરામાં મલ્ટિલેવલ પાર્કિંગમાં દરોડો પાડતા કારમાંથી દારૂનો મોટો જથ્થો પકડાયો હતો. દરોડામાં 918 દારૂની બોટલ અને 96 બીયરના ટીન મળીને 1.33 લાખનો દારૂ મળી આવ્યો હતો.

અમદાવાદ (Ahmedabad) શહેરમાં બુટલેગરો બેફામ બન્યાં છે. પોલીસને પડકાર ફેંકી બુટલેગરો દારૂનો ધીકતો ધંધો કરી રહ્યાં છે. ત્યારે હવે બુટલેગરોએ AMCના મલ્ટિલેવલ પાર્કિંગને જ દારૂનો અડ્ડો બનાવ્યો છે. કોર્પોરેશનના પાર્કિંગમાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો છે.

આ પણ વાંચો-Breaking News : ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં, આ તારીખે જાહેર થશે પરિણામ

ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે નવરંગપુરામાં મલ્ટિલેવલ પાર્કિંગમાં દરોડો પાડતા કારમાંથી દારૂનો મોટો જથ્થો પકડાયો હતો. દરોડામાં 918 દારૂની બોટલ અને 96 બીયરના ટીન મળીને 1.33 લાખનો દારૂ મળી આવ્યો હતો. જે બાદ પોલીસે દારૂ તથા વૈભવી કાર સહિત 76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ પાર્કિંગમાં મોંઘીદાટ ગાડીઓ રાખીને તેમાં જ દારૂને સંતાડી રાખતા હતા અને ત્યારબાદ ત્યાંથી ગ્રાહકોને ડિલિવરી આપતા હતા.

 

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો