Diwali 2022 : ખાસ જાણવુ જરૂરી ! મોટા પ્રમાણમાં ફટાકડા ફોડાતા અમદાવાદના પ્રદુષણમાં થયો મોટો વધારો

|

Oct 25, 2022 | 8:29 AM

પ્રદુષણ વધતા અમદાવાદ શહેરનો (Ahmedabad)  હવાનો ગુણવત્તા દર 120 પર પહોંચ્યો છે. જેમાં સૌથી વધુ 399 AQI નવરંગપુરામાં નોંધાયો.

દેશભરમાં દિવાળીની (Diwali)  રંગે-ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. તો અમદાવાદમાં પણ પાછલા બે વર્ષની સરખામણીએ આ વખતે દિવાળીનો માહોલ કઈંક અલગ જ છે. ફટાકડાની ખરીદીની ધૂમ મચી છે. જો કે મોટા પ્રમાણમાં ફટાકડા (Crackers) ફોડાતા પ્રદૂષણમાં (Pollution)  પણ વધારો થયો છે. અમદાવાદ શહેરનો (Ahmedabad)  હવાનો ગુણવત્તા દર 120 પર પહોંચ્યો છે. જેમાં સૌથી વધુ 399 AQI નવરંગપુરામાં નોંધાયો. તો ચાંદખેડામાં 319 અને રાયખડમાં 279 AQI નોંધાયો છે. નિષ્ણાંતોને ડર છે કે જો આ વર્ષે વધુ ફટાકડા ફોડવામાં આવશે તો હવાની ગુણવત્તા હજુ પણ વધુ ખરાબ થઈ શકે છે.

હવાની ગુણવત્તા હજુ પણ થઈ શકે છે ખરાબ

તો બીજી તરફ રાષ્ટ્રીય રાજધાનીમાં ફટાકડા (Fire Crackers) ફોડવા પરના પ્રતિબંધનું ઉલ્લંઘન કરીને દિલ્હીવાસીઓએ દિવાળીની રાત્રે ઘણા વિસ્તારોમાં ફટાકડા ફોડ્યા. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ગયા અઠવાડિયે કહ્યું હતું કે દિલ્હીમાં દિવાળી પર ફટાકડા ફોડવા પર છ મહિના સુધીની જેલ અને 200 રૂપિયાનો દંડ થઈ શકે છે. લોકોને ફટાકડા ફોડવાથી રોકવા માટે નિયમો બનાવવામાં આવ્યા હોવા છતાં, લોકોએ સાંજ પડતાં જ દક્ષિણથી ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમ દિલ્હી સહિત શહેરના ઘણા વિસ્તારોમાં ફટાકડા ફોડ્યા. સોમવારે દિલ્હીની હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવી ગઈ હતી. જો કે, 24-કલાકનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 312 રહ્યો, જે દિવાળી પર સાત વર્ષમાં બીજા નંબરનો શ્રેષ્ઠ AQI છે. અગાઉ 2018 માં, દિવાળી પર AQI 281 નોંધવામાં આવ્યો હતો.

Published On - 8:27 am, Tue, 25 October 22

Next Video