અમદાવાદમાં બે દિવસમાં જ હવાનું પ્રદૂષણનું સ્તર બમણું, અત્યંત ખરાબ પરિસ્થિતિ: વહેલી સવારે વિઝિબિલિટી ઘટી

અમદાવાદમાં બે દિવસમાં જ હવાનું પ્રદૂષણનું સ્તર બમણું, અત્યંત ખરાબ પરિસ્થિતિ: વહેલી સવારે વિઝિબિલિટી ઘટી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 10:55 AM

શિયાળામાં ધૂળના રજકણ હવામાં જલ્દી નીચે બેસે છે. આ ઉપરાંત વાહનોનો ઝેરી ધુમાડો પણ હવામાં ભળે છે. આ બંને પરિબળથી વહેલી સવારે વિઝિબિલિટી ઘટવા સાથે હવાનું પ્રદૂષણ વધ્યું છે.

Ahmedabad Air Quality : અમદાવાદ શહેરમાં વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું છે. બે દિવસમાં જ હવામાં પ્રદૂષણનું સ્તર બમણું થઈ અત્યંત ખરાબ પરિસ્થિતિમાં પહોંચી ગયું છે. ખાસ કરીને નવરંગપુરા, પીરાણા, એરપોર્ટ અને બોપલ જેવા વિસ્તારની હવા સૌથી પ્રદૂષિત રહી છે. ગુરુવારે અમદાવાદનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ 259 હતો.

જે હવા અત્યંત પ્રદૂષિત હોવાનું દર્શાવે છે. ઠંડી વધ્યા બાદ હવામાં પ્રદૂષણના પ્રમાણમાં પણ સતત ‌વધારો થઈ રહ્યો છે. શહેરમાં ચાલતાં મેટ્રો સહિતના કન્સ્ટ્રક્શનને લીધે હવાનું પ્રદૂષણ વધ્યું છે. શિયાળામાં ધૂળના રજકણ હવામાં જલ્દી નીચે બેસે છે. આ ઉપરાંત વાહનોનો ઝેરી ધુમાડો પણ હવામાં ભળે છે. આ બંને પરિબળથી વહેલી સવારે વિઝિબિલિટી ઘટવા સાથે હવાનું પ્રદૂષણ વધ્યું છે.

 

આ પણ વાંચો: ઓમિક્રોનની આફત, વાઈબ્રન્ટમાં નિયંત્રણો! રાજ્ય સરકાર લઈ શકે છે આ મોરો નિર્ણય, જાણો વિગત

g clip-path="url(#clip0_868_265)">