Rain Update Video : રાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યુ, સૌથી વધુ સુરતના મહુવામાં 11 ઇંચ વરસાદ ખાબક્યો

|

Jul 28, 2023 | 9:19 AM

સૌથી વધુ સુરત (Surat) જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના મહુવામાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતના બારડોલીમાં પણ 7 ઇંચ વરસાદ વરસ્યો છે.

Monsoon 2023 : ગુજરાતમાં રાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ (Rain) ખાબક્યો છે. સૌથી વધુ સુરત (Surat) જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના મહુવામાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતના બારડોલીમાં પણ 7 ઇંચ વરસાદ વરસ્યો છે. તો નવસારીમાં 10.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. નવસારીના જલાલપોરમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચો-Ahmedabad : અમદાવાદ અને ગાંધીનગરમાં ઘરફોડ ચોરી કરતી ગેંગના બે સાગરીતો રાજસ્થાનથી ઝડપાયા, 18 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો

ડાંગના સુબીરમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. તો વલસાડના કપરાડામાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે. તાપીના સોનગઢમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉમરગામ, આહવા, વઘઇ, પલસાણામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. વાલોડ, ભાવનગર, ચોર્યાસી, વ્યારામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 50 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:01 am, Fri, 28 July 23

Next Video