સ્માર્ટ સિટી અમદાવાદમાં ગોકળ ગતિએ ચાલતી ગટરની કામગીરી, જશોદાનગરથી CTM જતા રસ્તે બે મહિનાથી ચાલી રહ્યુ છે કામ- Video

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટીના મોટા મોટા દાવા તો કરાય છે પરંતુ કોઈપણ કામગીરી મંથર ગતિથી ચાલે છે. જશોદાનગર થી CTM જવાના સર્વિસ રોડ પર છેલ્લા બે મહિનાથી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે જે હજુ પણ ચાલુ છે. હવે આ કામગીરી પૂર્ણ થાય તો રાહદારીઓની સમસ્યા ઓછી થાય

| Edited By: | Updated on: Jun 06, 2025 | 5:10 PM

એકતરફ ગુજરાતમાં ચોમાસુ દસ્તક દઈ રહ્યુ છે. ગમે ત્યારે વરસાદની શરૂઆત થઈ શકે છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી પ્રિમોન્સુન કામગીરી હજુ અધૂરી છે. 31 મે સુધીમાં કામગીરી પૂર્ણ આટોપી લેવાની હોય છે પરંતુ સ્માર્ટ સિટી અમદાવાદના જ આ હાલ છે. જ્યા બે મહિનાથી જશોદાનગરથી CTM જતા રસ્ત ગટર લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. મંથર ગતિએ ચાલતી આ કામગીરી બે મહિનાનો સમય વિતવા છતા હજુ અધૂરી જ છે.

આટલુ ઓછુ હોય તેમ આ કામગીરીને કારણે હવે ગટરના પાણી પીવાના પાણીની પાઈપલાઈનમાં મિક્સ થઈ રહ્યા છે અને લોકોના ઘરોમાં ગટરનું પાણી આવી રહ્યુ છે. પીવાના પાણીમાં ગટરના પાણી મિશ્રીત થઈ રહ્યા છે. જેથી લોકોમાં બીમારીની ભીતિ છે. રોગચાળો વધી રહ્યો છે. એટલુ જ નહીં રસ્તા વચ્ચે લોખંડ સળિયા નીકળી જતા ગમે ત્યારે દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ છે. આ તમામ અગવડો અને મુશ્કેલી લોકો વેઠી રહ્યા છે. ત્યારે લોકોની માગ છે કે સત્વરે તંત્ર દ્વારા ગટરની કામગીરી પૂર્ણ કરવામા આવે અને રસ્તો ક્લિયર કરવામાં આવે.

લોકોની ફરિયાદ છે કે ઠેકઠેકાણે ખોદકામ કરી દેવાતી આવરજવરમાં ખૂૂબ જ મુશ્કેલી પડે છે. વૃદ્ધો તો આ રોડ પર ચાલી શકે તેમ જ નથી. સ્થાનિકોની એવી પણ ફરિયાદ છે કે હાલ ચોમાસુ માથે આવી ગયુ છતા કામગીરી પૂર્ણ કરાઈ નથી ત્યારે જો એકાદો પણ વરસાદ થશે તો પાણી ભરાવાને કારણે આ રસ્તા પરથી પસાર થવાનું જ અશક્ય થઈ જશે. હવે તંત્ર દ્વારા આ કામગીરી કેટલા સમયમાં પૂર્ણ થશે તે સવાલ ઉઠી રહ્યા છે.

Input Credit- Dhwani Modi- Ahmedabad

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો