Ahmedabad: જાહેર માર્ગ પર કાર શીખનારા સાવધાન, કાર શીખી રહેલી આ મહિલાએ અનેકને લીધા હડફેટે, જુઓ VIDEO

| Edited By: | Updated on: Jan 15, 2022 | 9:54 AM

આ અકસ્માતના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં દેખાઇ રહ્યું છે કે કાર ચલાવી રહેલી મહિલા કારને વાળે છે, અને તે બાદ વાહનો પાર્ક કરેલા છે ત્યાં વાહનોને અને વાહન પર બેઠેલા એક વ્યક્તિને પણ અડફેટે લે છે.

અમદાવાદ (Ahmedabad)માં એક કાર શીખતી મહિલાએ અનેક વાહનોને (Accident) અડફેટે લીધા. એક બાઇક ચાલક પર તો રીતસરની કાર ચઢાવી જ દીધી. જો કે સદનસીબે બાઇક સવાર (Bike rider) વ્યક્તિનો બચાવ થયો છે.

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં એક કાર ચલાવતા શીખી રહેલી મહિલાએ અકસ્માત સર્જ્યો છે. કાર શીખી રહેલી મહિલાએ જમાલપુર વિસ્તારમાં એક સાથે કેટલાક પાર્ક વાહનોને અડફેટે લે છે. સાથે જ બાઇક પર બેસેલા એક વ્યક્તિ પર તો રીતસરની કાર ચઢાવી દે છે. બાઇક પર બેઠેલ વ્યક્તિ અકસ્માત થતા નીચે પટકાઇ જાય છે. જો કે માંડ માંડ તેમનો જીવ બચ્યો હતો.

આ અકસ્માતના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં દેખાઇ રહ્યું છે કે કાર ચલાવી રહેલી મહિલા કારને વાળે છે, અને તે બાદ વાહનો પાર્ક કરેલા છે ત્યાં વાહનોને અને વાહન પર બેઠેલા એક વ્યક્તિને પણ અડફેટે લે છે. કારની સ્પીડ ઓછી હોવાથી કોઇ જાનહાનિ કે ઇજા થઇ નથી. પરંતુ જો કારની સ્પીડ વધુ હોત તો કારની અડફેટે આવેલા વ્યક્તિનો જીવ પણ ગયો હોત.

આ ઘટના જમાલપુરમાં ભરચક વિસ્તાર કાચની મસ્જિદ નજીક બની હતી. અકસ્મતાની આ ઘટનામાં જાનહાની તો ટળી છે પરંતુ કારની અડફેટે આવેલા વાહનોને આ શીખાઉ મહિલાએ નુકસાન પહોંચાડ્યું હતુ.

આ પણ વાંચોઃ

Valsad: અગસ્તક્રાંતિ ટ્રેન સાથે મોટી દુર્ઘટના થતી બચી, રેલવે ટ્રેક પર સિમેન્ટના થાંભલા સાથે અથડાઈને એન્જીન સહિત ટ્રેન પસાર

આ પણ વાંચોઃ

અંબાજીનાં દર્શને જતા પહેલા આ ખાસ જાણી લો, મંદિર રહેશે 7 દિવસ માટે બંધ, જાણો સમગ્ર શેડ્યુલ