અમદાવાદઃ વિરમગામના નળકાંઠા વિસ્તારમાં દારુના દૂષણ સામે રજૂઆતો છતાં કાર્યવાહી નહીં, સ્થાનિકોની જનતા રેડ

અમદાવાદઃ વિરમગામના નળકાંઠા વિસ્તારમાં દારુના દૂષણ સામે રજૂઆતો છતાં કાર્યવાહી નહીં, સ્થાનિકોની જનતા રેડ

| Edited By: | Updated on: Nov 29, 2023 | 4:59 PM

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં અનેક વાર વિરમગામ વિસ્તારના લોકોએ રજૂઆત કરવા છતાં દારુનુ દૂષણ અટકાવવા માટે નક્કર પગલા ભરાતા નહોતા. જેને લઈ સ્થાનિક લોકો દ્વારા નળકાંઠા વિસ્તારમાં જનતા રેડ કરવા માટે મજબૂર થવુ પડ્યુ હતુ. જનતા રેડ કર્યા બાદ સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતીને જેને લઈ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.

અનેકવાર ગ્રામ્ય વિસ્તારોમાં લોકો દ્વારા રજૂઆતો કરવા છતાં પણ દારુની બદીને નિયંત્રણ કરવામાં નિષ્ફળતા રહેવાનો અહેસાસ થતા લોકો જનતા રેડનો માર્ગ અપનાવે છે. આવુ જ અમદાવાદ જિલ્લામાં બન્યુ છે. અમદાવાદના વિરમગામ વિસ્તારના નળકાંઠા વિસ્તારમાં દારુનુ ખુલ્લેઆમ વેચાણ થતુ હોવાને લઈ સ્થાનિકો દ્વારા જનતા રેડનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ફિલ્ડ માર્શલ સામ માણેકશાનો ગુજરાત સાથે હતો નાતો, આ શહેરમાં આવેલુ છે પૈતૃક ઘર

વિરમગામના નળ કાંઠા વિસ્તારમાં કુમારખાણ ગામે દારુના વધતા દૂષણને અટકાવવા માટે થઈને સ્થાનિકોએ જનતા રેડ કરીને દારુની બદીને અટકાવવા માટે પ્રયાસ કર્યો હતો. ઘટનામાં એક ઘરમાંથી દારુનો જથ્થો મળી આવતા પોલીસને જાણ સ્થાનિકોએ કરી હતી. જેને પગલે પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. દારુનો જથ્થો કબજે લઈને પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

 

Published on: Nov 29, 2023 04:55 PM