શાકભાજી મોંઘા થતા અમદાવાદીઓ ચિંતિત, સૌરાષ્ટ્ર અને પુણેથી આવતી ડુંગળીની આવક બંધ, જુઓ વીડિયો
થોડા દિવસો પહેલા ડુંગળી 40 રૂપિયાની કિલો હતી. તેના ભાવ બમણા થઈને 80 રૂપિયા થઈ ગયા છે. તો રસોઈમાં શાક-દાળમાં જરૂરી એવા ટામેટાના ભાવમાં કિલોએ 20 રૂપિયાનો વધ્યા છે. જો કે સૌથી વધુ ભાવ ચોળીના વધી ગયા છે. આ સાથે જ વટાણાનો ભાવ કિલોનો 300 રૂપિયાથી ઘટીને 150 થઈ ગયો છે. તો ગવાર અને ભીંડામાં પણ કિલો દીઠ 20 રૂપિયાનો ઘટાડો થયો છે.
તહેવારોની ઉજવણી દરમિયાન શાકભાજીના ભાવ અમદાવાદીઓના ખિસ્સા પર ભારે પડી રહ્યાં છે. મહેમાનો આવવાના હોય ત્યારે શાકભાજીનો વપરાશ વધે. બરાબર આ સમયે જ ઘરે-ઘરે ઉપયોગમાં લેવાતા ટામેટા, ડુંગળી, ચોળી અને બટાકાના ભાવમાં તોતિંગ વધારો થયો છે.
થોડા દિવસો પહેલા ડુંગળી 40 રૂપિયાની કિલો હતી. તેના ભાવ બમણા થઈને 80 રૂપિયા થઈ ગયા છે. તો રસોઈમાં શાક-દાળમાં જરૂરી એવા ટામેટાના ભાવમાં કિલોએ 20 રૂપિયાનો વધ્યા છે. જો કે સૌથી વધુ ભાવ ચોળીના વધી ગયા છે. ચોળી થોડા સમય પહેલા 80 રૂપિયે કિલો હતી. જે હવે વધીને 150 રૂપિયા થઈ ગઈ છે.
સૌરાષ્ટ્ર અને પુણેથી આવતી ડુંગળીની આવક બંધ છે. લાભ પાંચમ બાદ માર્કેટમાં નવી આવક થતા ડુંગળી, ટામેટા, બટાકાના ભાવમાં રાહત મળે તેવી શક્યતા છે. દિવાળી-નવા વર્ષ સમયે બધા શાકભાજી મોંઘા થયા એવું પણ નથી.
આ પણ વાંચો : BAPS શાહીબાગ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો ભવ્ય અન્નકૂટ, 1200 થી વધારે વાનગીઓ તૈયાર કરવામાં આવી
વટાણાનો ભાવ કિલોનો 300 રૂપિયાથી ઘટીને 150 થઈ ગયો છે. તો ગવાર અને ભીંડામાં પણ કિલો દીઠ 20 રૂપિયાનો ઘટાડો થયો છે. આદુના ભાવ પણ 160થી ઘટીને 140 થઈ ગયા છે. જો કે શિયાળામાં મળતી ભાજી, રિંગણ સહિતના શાકભાજીના ભાવ સ્થિર હોવાથી લોકો તેને વધુ પ્રમાણમાં ખરીદી રહ્યાં છે.