અમદાવાદના કેક્સ એન્ડ બેકર્સની અનોખી રામભક્તિ, બે દિવસ સુધી શ્રીરામ લખેલી કેકનું માત્ર 99 રૂપિયામાં કરશે વેચાણ- વીડિયો

અમદાવાદના કેક્સ એન્ડ બેકર્સની અનોખી રામભક્તિ, બે દિવસ સુધી શ્રીરામ લખેલી કેકનું માત્ર 99 રૂપિયામાં કરશે વેચાણ- વીડિયો

| Edited By: | Updated on: Jan 22, 2024 | 12:17 AM

અયોધ્યામાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં સમગ્ર દેશ સહભાગી બની રહ્યો છે ત્યારે અમદાવાદના કેક્સ એન્ડ બેકર્સે પણ અનોખી રામભક્તિ બતાવતા શ્રી રામ લખેલી અસંખ્ય કેક તૈયાર કરી છે અને બે દિવસ સુધી આ કેક માત્ર 99 રૂપિયામાં વેચવાનો નિર્ણય કર્યો છે. વીડિયોમાં જુઓ બેકર્સ માલિક સાથે અમારા સંવાદદાતાની ખાસ વાતચીત

અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિર ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે દેશભરમાં દિવાળી જેવો માહોલ છે. વિશ્વભરના સનાતનીઓ હાલ રામભક્તિમાં લીન બપન્યા છે ત્યારે અમદાવાદના બેકર્સ માલિકે શ્રી રામના નામની વિવિધ ફ્લેવરની કેક તૈયાર કરી છે. ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમીત્તે આ બેકરીમાં બે દિવસ સુધી આ કેક માત્ર 99 રૂપિયામાં વેચવાનો બેકર્સ માલિકે નિર્ણય કર્યો છે.

અહીં ચોકલેટ કેક તેમજ બ્લેક ફોરેસ્ટ કેક પર શ્રી રામ અને અયોધ્યા નગરીને અંકિત કરાઈ છે. મોટાભાગની કેક પર શ્રીરામ લખેલુ જોવા મળી રહ્યુ છે. બેકર્સે આ પ્રકારે કેક દ્વારા તેમની રામભક્તિ પ્રદર્શિત કરી રહ્યા છે.

આ પણ વાંચો: વલસાડ થયુ રામભક્તિમાં લીન, તીથલના દરિયાકિનારે 51,111 દીવા પ્રગટાવી દિવાળી જેવી કરાઈ ઉજવણી

અયોધ્યામાં આયોજિત થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને બસ હવે ગણતરીની કલાકો બાકી છે. ત્યારે સમગ્ર દેશ એ ઐતિહાસિક ઘડીનો સાક્ષી બનવા કાગડોળે રાહ જોઈ રહ્યો છે. વર્ષોથી જેની રાહ જોવાતી હતી તે દિવ્ય ઘડી આવી છે. સમગ્ર દેશ રામભક્તિમાં લીન થયો છે. અમદાવાદમાં પણ ઉજવણીનો માહોલ છે અને આયોજનોની ભરમાર છે. શહેરની વિવિધ સોસાયટી, મંદિરોમાં યજ્ઞ, સુંદરકાંડ, હનુમાન ચાલીસા અને રામધૂન સાથે સાથે ભવ્ય શોભાયાત્રા જેવા કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે.

રામ મંદિરને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો