Ahmedabad: સ્પર્શ મહોત્સવના શુભારંભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, RSS પ્રમુખ મોહન ભાગવત રહ્યા ઉપસ્થિત
જૈનાચાર્ય વિજય રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજ સાહેબના 400માં પુસ્તક વિમોચન પ્રસંગે GMDC ગ્રાઉન્ડમાં એક સપ્તાહ સુધી અનેકવિધ કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમના પ્રારંભે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તેમજ આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તે
અમદાવાદમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના ધામધૂમથી સમાપન થયા બાદ જૈન ધર્મના આધ્યાત્મિક સ્પર્શ મહોત્સવનો પ્રારંભ થયો છે. અમદાવાદના આંગણે આયોજિત પદ્મવિભૂષણ તેમજ સરસ્વતી લબ્દપ્રસાદ જૈનાચાર્ય વિજય રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજ સાહેબના 400માં પુસ્તક વિમોચન પ્રસંગે GMDC ગ્રાઉન્ડમાં એક સપ્તાહ સુધી અનેકવિધ કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમના પ્રારંભે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તેમજ આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ સ્પર્શ મહોત્સવમાં દર્શન કરવાનો લાભ લીધો હતો.
ભવ્ય ‘સ્પર્શ’ મહોત્સવની મહત્વની બાબતો
90 એકરમાં બનાવવામાં આવી ‘સ્પર્શ’ નગરી
પદ્મભૂષણ વિજય રત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબના 400માં પુસ્તકનું વિમોચન
રત્ન સફારી, રત્ન યુનિવર્સ, રત્ન વાટિકા આકર્ષણનું કેન્દ્ર
22 જાન્યુઆરી સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન
સ્પર્શ મહોત્સવમાં અનેકવિધ આકર્ષણ
‘સ્પર્શ’ કાર્યક્રમમાં રત્ન સફારી, રત્ન યુનિવર્સ, રત્નવાટિકા, રત્ન ટ્રાન્સફોર્મેશન તથા ગિરનાર તીર્થના દર્શનનું આયોજન કરાયું છે. 90 એકર વિસ્તારમાં આયોજિત ‘સ્પર્શ’ કાર્યક્રમમાં મુલાકાતીઓના સ્વાગત માટે 1500 ફૂટ લાંબો અને 70 ફૂટ ઊંચો શાહી દરવાજો બનાવવામાં આવ્યો છે.
અમદાવાદના આંગણે આયોજિત વધુ એક દિવ્ય અને ભવ્ય કાર્યક્રમના દર્શન કરવા માટે ભાવિકો તેમજ જૈન ધર્મના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે તેવી શકયતા છે ત્યારે મોટી સંખ્યમાં આવતા લોકો રત્ન સફારી, રત્ન યુનિવર્સ, રત્નવાટિકા, રત્ન ટ્રાન્સફોર્મેશન તથા ગિરનાર તીર્થ તેમજ અન્ય દર્શન શાંતિથી કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એક અઠવાડિયા સુધી ચાલનારા આ કાર્યક્રમમાં વિવિધ જગ્યાએથી જૈન ધર્મના અનુયાયીઓ દર્શન માટે ઉમટે તેવી શકયતા છે.