Ahmedabad: કોંગ્રેસના કાઉન્સલીરોનો હાઇ વૉલ્ટેજ ડ્રામા, વિપક્ષ નેતાના મુદ્દે 10 કાઉન્સલીરોએ રાજીનામાં આપ્યા

|

Jan 09, 2022 | 4:28 PM

કોંગ્રેસના રાજીનામું આપનારા કાઉન્સિલરોમાં કમળાબેન ચાવડા, રાજશ્રી કેસરી, હાજી મિર્જા, જમના વેગડા, માધુરી કલાપી, કામિનીબેન ઝા, નીરવ બક્ષી,ઇકબાલ શેખ અને તસનીમ તિર્મિઝીનો સમાવેશ થાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના(AMC)વિપક્ષના નેતાના(Opposition Leader)નામ અંગે અસંતોષ ઉભો થયો છે. જેમાં કોંગ્રેસના(Congress)નારાજ 10 કાઉન્સલીરોએ આ મુદ્દે પક્ષમાંથી રાજીનામું(Resign) ધરી દેતા સમગ્ર મામલો ગરમાયો છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના કોંગ્રેસના નારાજ કોર્પોરેટરો પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. તેમજ પત્ર લખીને કોંગ્રેસ પ્રમુખને રાજીનામાં ધરી દીધા છે.

આ રાજીનામું આપનારા કાઉન્સિલરોમાં કમળાબેન ચાવડા, રાજશ્રી કેસરી, હાજી મિર્જા, જમના વેગડા, માધુરી કલાપી, કામિનીબેન ઝા, નીરવ બક્ષી,ઇકબાલ શેખ અને તસનીમ તિર્મિઝીનો સમાવેશ થાય છે.

અમદાવાદ શહેર કાંગ્રેસમાં ઉકળતો ચરું જેવી સ્થિતિ સર્જાઈ છે. AMCના વિપક્ષના નેતા તરીકે શહેઝાદખાન પઠાણનું નામ નક્કી થતા અન્ય કાઉન્સિલરે નારાજગી વ્યક્ત કરી છે અને રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારી છે. આ મુદ્દે નારાજ કોર્પોરેટર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને મળ્યા હતા અને કોઈ અન્ય સિનિયર નેતાને વિપક્ષના નેતા બનાવવા રજૂઆત કરી હતી. સાથે જ તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે, જો શહેઝાદ પઠાણને વિપક્ષના નેતા બનાવવામાં આવશે તો 11થી વધુ કોર્પોરેટર સામૂહિક રાજીનામુ આપી દેશે.

કકળાટને પગલે હવે અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસે વિપક્ષનું પદ ગુમાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જો સાતથી વધુ કોર્પોરેટર રાજીનામુ આપે તો મહાનગરપાલિકામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટી જાય અને તેનો આંકડો 19થી નીચે જતો રહો. અને જો મહાનગરપાલિકામાં કોંગ્રેસનું સંખ્યાબળ 20થી નીચે જાય તો કાંગ્રેસે વિપક્ષનું પદ ગુમાવવાનો વારો આવે.

 

આ પણ વાંચો :  Ahmedabad: ચાઈનીઝ દોરી કે તુકકલ પર પ્રતિબંધ, પોલીસે અત્યાર સુધીમાં નોંધ્યા બે કેસ, જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ

આ પણ વાંચો :  Gujarat ના આ 10 જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં વધારો, એક્ટિવ કેસો પણ વધ્યા

Published On - 4:24 pm, Sun, 9 January 22

Next Video