Ahmedabad: સાબરમતી જેલમાં કેદીઓને આપવામાં આવ્યા ‘તિનકા તિનકા એવોર્ડ’

| Edited By: | Updated on: Dec 10, 2022 | 9:24 AM

સતત આઠમાં વર્ષે આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી જેલમાં તિનકા-તિનકા ફાઉન્ડેશન દ્વારા રેડિયો ઈન જેલ અને ટેલિફોન ઈન જેલ જેવા વૈવિધ્યસભર કાર્યક્રમની રજૂઆતને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ માટે તિનકા-તિનકા એવોર્ડ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરની વિવિધ જેલમાં કેદ રહેલા કેદીઓને બનાવેલી કલાકૃતિ અને ચીજવસ્તુઓમાંથી ઉત્તમ કૃતિ પસંદ કરીને કેદીને એવોર્ડ આપવામાં આવ્યા હતા. વિવિધ ગુનાને કારણે જેલમાં સજા કાપી રહેલા કેદીઓમાં રહેલી સર્જનાત્મકતાને પ્રોત્સાહન પૂરૂ પાડવા આ પ્રકારના એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. 110થી વધુ કેદી અને 35 જેલ કર્મચારીઓને વર્ષ 2015થી લઈ 2021 સુધી એવોર્ડ અપાયા હતા. સતત આઠમાં વર્ષે આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી જેલમાં તિનકા-તિનકા ફાઉન્ડેશન દ્વારા રેડિયો ઈન જેલ અને ટેલિફોન ઈન જેલ જેવા વૈવિધ્યસભર કાર્યક્રમની રજૂઆતને સન્માનિત કરવામાં આવ્યા હતા. અમદાવાદની સાબરમતી જેલના ત્રણ કેદીને અલગ-અલગ કળા બાબતે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા તો એક કેદીને રેડિયો જોકીની અનોખી પ્રસ્તુતિનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.