AHMEDABAD : વાસણા વિસ્તારમાં આવેલી જ્વેલર્સમાંથી તસ્કરો લાખો રૂપિયાના દાગીના ચોરીને ફરાર
આ તસ્કરોએ જ્વેલર્સની બાજુમાં આવેલી વાસણની દુકાનમાં પણ ચોરી કરી.નાનું બાકોરું પાડી દુકાનમાં પ્રવેશ કર્યો હોવાથી 20 થી 25 વર્ષની ઉંમરના ચોરોએ આ ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે.
AHMEDABAD : શહેરના વાસણા વિસ્તારમાં આવેલી જ્વેલર્સમાંથી તસ્કરો લાખો રૂપિયાના દાગીના ચોરીને ફરાર થઇ ગયા છે. વાસણાના ગુપ્તાનગર રોડ પર આવેલા ચામુંડા જ્વેલર્સની પાછળની દીવાલમાં તસ્કરોએ બાકોરૂ પાડીને પ્રવેશ કર્યો અને દુકાનમાં રહેલા પાંચ થી છ કિલો ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરો સીસીટીવી અને ડીવીઆર પણ ચોરી કરી લઇ ગયા. જો કે ચોર ટોળકીએ માત્ર ડિસ્પ્લેમાં રાખેલા દાગીના જ ચોરી કર્યા, તિજોરી તોડવાનો પ્રયાસ ન કર્યો. આ તસ્કરોએ જ્વેલર્સની બાજુમાં આવેલી વાસણની દુકાનમાં પણ ચોરી કરી.નાનું બાકોરું પાડી દુકાનમાં પ્રવેશ કર્યો હોવાથી 20 થી 25 વર્ષની ઉંમરના ચોરોએ આ ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે.
Published on: Aug 03, 2021 06:22 AM
Latest Videos
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ