Ahmedabad: મહાઠગ કિરણ પટેલને ગુજરાત લાવવાનો તખ્તો તૈયાર, બાય રોડ લવાશે અમદાવાદ

|

Apr 04, 2023 | 10:53 PM

Ahmedabad, પ્રધાનમંત્રી કાર્યાલયના એડિશનલ કમિશનર તરીકેની ઓળખ આપી શ્રીનગરમાં VIP મહેમાનગતિ માણનારા મહાઠગ કિરણ પટેલને આજે ગુજરાત લાવવામાં આવશે. કિરણ પટેલને લેવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ શનિવારે જ રોડમાર્ગે રવાના થઈ છે. જેને આજે રોડ માર્ગે અમદાવાદ લાવવામાં આવશે.

મહાઠગ કિરણ પટેલને આજે ગુજરાત લાવવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલયના એડિશનલ કમિશનર તરીકેની ઓળખ આપી શ્રીનગરમાં VIP મહેમાનગતિ માણનારા કિરણ પટેલને આજે ગુજરાત લાવવામાં આવશે. અનેક લોકોને ચુનો લગાવનારા મહાઠગ કિરણ પટેલને લેવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ શનિવારે જ શ્રીનગર પહોંચી ગઈ છે. ત્યાં જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી રવિવારે કિરણ પટેલની કસ્ટડી મેળવી હતી. પોલીસની ટીમ શ્રીનગરથી રોડ માર્ગે રવાના થઈ ગઈ છે. પોલીસ  કિરણ પટેલને રોડ માર્ગે લઈને અમદાવાદ આવશે.

સિંધુ ભવન રોડ પર આવેલ બંગલો પચાવી પાડવાના કેસમાં ક્રાઈમ બ્રાંચ શ્રીનગરથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી અમદાવાદ આવી રહી છે. કિરણ પટેલને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મહાઠગ કિરણ પટેલે સિંધુભવન રોડ પર આવેલો જવાહર ચાવડાના ભાઈ જગદિશ ચાવડાનો બંગલો 15 કરોડમાં ખરીદવાનુ કહી પચાવી પાડ્યો હતો. આ મામલે તેની પત્ની માલિની વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

આ પણ વાંચો: Gujarati Video : મહાઠગ કિરણ પટેલ મુદ્દે કોંગ્રેસે વિધાનસભા ગૃહ બહાર કર્યો હોબાળો, હાથમાં બેનર સાથે કર્યુ વિરોધ પ્રદર્શન

વિધાનસભાના બજેટ સત્રમાં પણ કિરણ પટેલનો મુદ્દો ગાજ્યો હતો. વિપક્ષ સતત સરકાર સામે સવાલ ઉઠાવી રહ્યો છે. ત્યાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યુ હતુ કે ભાજપની સરકારે જ કિરણ પટેલની ધરપકડ કરી છે. કિરણ પટેલ સામે યોગ્ય તપાસ ચાલી રહી છે. આ મુદ્દે વિપક્ષની સમજદારી પર હર્ષ સંઘવીએ સવાલ ઉઠાવ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 2:56 pm, Tue, 4 April 23

Next Video