Ahmedabad : સ્વચ્છતાને લઈને મનપાનું કડક વલણ, જવાબદાર સેનેટરી ઈન્સપેક્ટરને કર્યા સસ્પેન્ડ

|

Aug 14, 2022 | 8:17 AM

જો આગામી દિવસોમાં પણ ગંદકી બાબતે સોલિડ વેસ્ટ વિભાગની (Solid waste department)  ટીમ ગંભીરતા નહીં દાખવે તો મહાનગરપાલિકાએ આકરા પગલાં ભરવાની હાલ તૈયારી દર્શાવી છે.

Ahmedabad : સ્વચ્છતાને લઈને મનપાનું કડક વલણ, જવાબદાર સેનેટરી ઈન્સપેક્ટરને કર્યા સસ્પેન્ડ
File Photo

Follow us on

Ahmedabad News : અમદાવાદને સ્વચ્છતા મિશન અંતર્ગત (Swachhta mission)અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે.છતાં દરેક વોર્ડમાં (Ahmedabad ward)  ગંદકીની ફરિયાદો ઉઠતી રહી છે. શહેરનો એક પણ વોર્ડ એવો નથી કે જે સંપૂર્ણપણે સ્વચ્છ હોય.સોલીડ વેસ્ટ વિભાગની સફાઈ બાબતની બેદરકારીનું ધ્યાન પર આવતા મ્યુનિસિપલ કમિશનરે મેમનગરમાં (memnagar area)  સમય પર સફાઈ ન થતા સેનેટરી ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કર્યા છે. જો આગામી દિવસોમાં પણ ગંદકી બાબતે સોલિડ વેસ્ટ વિભાગની (Solid waste department)  ટીમ ગંભીરતા નહીં દાખવે તો મહાનગરપાલિકાએ (Ahmedabad municipal corp) આકરા પગલાં ભરવાની તૈયારી દર્શાવી છે.

દરેક વોર્ડમાં સફાઈ નહીં થતી હોવાની ફરિયાદો

રાજ્યમાં એક તરફ કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે. તો બીજી બાજુ વાયરલ ફીવરના (viral fever) પગલે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે, ત્યારે અમદાવાદમાં વરસાદે (Rain) વિરામ લેતા રોગચાળો વકર્યો છેસિવિલ હોસ્પિટલમાં રોજના વાઇરલ ફિવરના અંદાજે 3500 ઓપીડી નોંધાય છે.તો ચાલુ માસમાં સિવિલ હોસ્પિટલમાં કમળાના 63 અને ઝાડા ઉલ્ટીના 36 કેસ નોંધાયા છે.છેલ્લા 12 દિવસમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો, ઝાડા ઉલટીના 36, ન્યૂમોનિયાના 4, ચિકનગુનિયાના 16, ડેન્ગ્યુના 17 અને કમળાના 63 કેસ નોંધાયા છે.તો બીજી તરફ સ્વાઇન ફ્લૂએ (Swine Flu)  ફણ માથું ઉંચક્યુ છે.તો બીજી તરફ નાગરિકોએ વોર્ડમાં સફાઈ ન થતી હોવાની ફરિયાદ કરી છે.અને રોગચાળા માટે મનપાને જવાબદાર ઠેરવી રહ્યા છે,જેને કારણે હાલ મનપાએ કડક વલણ દાખવ્યુ છે.

Published On - 8:02 am, Sun, 14 August 22

Next Video