Ahmedabad: કડકડતી ઠંડીમાં સ્વાઇન ફ્લૂએ માથુ ઉચક્યું, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગમાં ઘટાડો

|

Jan 25, 2023 | 8:11 AM

પાણીજન્ય રોગચાળામાં ઘટાડો થયો છે. ચાલુ માસમાં ઝાડા ઉલ્ટીના 221 કેસ નોંધાયા છે તથા કમળાના 108 કેસ અને ટાઈફોડના 144 કેસ નોંધાયા છે. કોલેરાના એક માસ એક પણ કેસ નોંધાયો નથી. તેમજ પાણીના એક માસ દરમિયાન 2565 નમૂના લેવાયા હતા. તથા 23 જેટલા પાણીના નમૂના અનફિટ છે. 

અમદાવાદ શહેરમાં સ્વાઇન ફ્લૂની ફરી એન્ટ્રી થઇ છે. તેમાં અમદાવદામાં સ્વાઇન ફ્લૂના 12 કેસ નોંધાયા છે. તેમજ ઠંડી વચ્ચે સ્વાઈન ફલૂએ માથુ ઉચક્યું છે. જેમાં 23 દિવસમાં સ્વાઈન ફલૂના 12 કેસ નોંધાયા છે. ગયા વર્ષે 1143 કેસ સ્વાઈન ફલૂના નોંધાયા હતા. તથા શહેરમાં મચ્છરજન્ય રોગમાં ઘટાડો નોંધાયો છે. શહેરમાં સાદા મેલેરિયાના 11 કેસ નોંધાયા છે તથા ઝેરી મેલેરિયાનો 1 જ કેસ નોંધ્યા છે. તેમજ ડેન્ગ્યુના 24 કેસ નોંધાયા છે. સાથે જ ચિકનગુનિયાનો 1 જ કેસ નોંધાયો છે. તથા લોહીના 42,878 સેમ્પલ લેવાયા છે. તથા ડેન્ગ્યુ માટે 1656 લોહીના સેમ્પલ લેવાયા હતા.

પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ ઘટ્યું

પાણીજન્ય રોગચાળામાં ઘટાડો થયો છે. ચાલુ માસમાં ઝાડા ઉલ્ટીના 221 કેસ નોંધાયા છે તથા કમળાના 108 કેસ અને ટાઈફોડના 144 કેસ નોંધાયા છે. કોલેરાના એક માસ એક પણ કેસ નોંધાયો નથી. તેમજ પાણીના એક માસ દરમિયાન 2565 નમૂના લેવાયા હતા. તથા 23 જેટલા પાણીના નમૂના અનફિટ છે.

ઓગસ્ટ માસમાં નોંધાયા હતા 9 દિવસમાં સ્વાઈન ફલૂના 171 કેસ

અમદાવાદ શહેરમાં સ્વાઈન ફલૂનો કહેર ફેલાયો છે. ઓગસ્ટ માસના 9 દિવસમાં જ અમદાવાદમાં સ્વાઈન ફલૂના 171 કેસ નોંધાયા છે. પાલડી, નવરંગપુરા, બોડકદેવ અને જોધપુર વોર્ડમાં સૌથી વધુ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે. ખાનગી હોસ્પિટલોમાં 90થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો ભારે ધસારો છે. તો સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફલૂથી બેના મોત થયા હતા. સ્વાઇન ફ્લૂના પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો  હતો

Next Video