Ahmedabad : એરપોર્ટ પર વધુ એક એવિએશન ટર્મિનલ ઉમેરાયું, મુસાફરોની સુવિધામાં વધારો

|

Feb 22, 2022 | 9:45 PM

અમદાવાદ એરપોર્ટ પર ખાનગી અને નોન શિડયુલ ફ્લાઇટના મુસાફરોને યોગ્ય સુવિધા મળી રહે તે માટે વિશેષ ટર્મિનલ અહીં તૈયાર કરાયું છે. જેની શરૂઆત કરી દેવાઈ છે માટે ખાનગી અને નોન શિડ્યુલ ફ્લાઈટના મુસાફરો અહીં આરામ કરી શકે છે.

અમદાવાદમાં(Ahmedabad)  સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ(Airport)  ખાતે એક નવું ટર્મિનલ બન્યું છે. જેમાં ખાનગી અને નોન શિડયુલ ફ્લાઇટ માટે જનરલ એવિએશન ટર્મિનલ (Aviation Terminal ) બનાવવામાં આવ્યું છે. આ સાથે હવે એરપોર્ટમાં ત્રણ ટર્મિનલ થઈ ગયા છે. ખાનગી અને નોન શિડયુલ ફ્લાઇટના મુસાફરોને યોગ્ય સુવિધા મળી રહે તે માટે વિશેષ ટર્મિનલ અહીં તૈયાર કરાયું છે. જેની શરૂઆત કરી દેવાઈ છે માટે ખાનગી અને નોન શિડ્યુલ ફ્લાઈટના મુસાફરો અહીં આરામ કરી શકે છે. તેમના માટે કેન્ટિનની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે.

ડોમેસ્ટિક એરપોર્ટ ખાતે સ્લીપિંગ પોડ એરિયા પણ બનાવવાની તૈયારી

અહીં 25થી વધુ લોકોનું સિટીંગ એરેન્જમેન્ટ હોવાની સાથે 24 કલાક અંગત સુરક્ષા સેવાઓ, ટર્મિનલથી પ્રાઈવેટ જેટ તરફ તાત્કાલિક પહોંચવાની સરળ સુવિધા છે. અહીં કંટ્રોલ સિસ્ટમના એક્સેસ, વાઇ-ફાઇની સેવાઓ, તેમજ મુસાફરોની સુરક્ષા માટે એરપોર્ટના તમામ પ્લેટફોર્મને સાંકળી લેતી આઇટી સિસ્ટમ લગાવવામાં આવી છે. આ સાથે કોવિડ પ્રોટોકોલ જળવાઈ રહે તેવી પણ સુવિધા છે. તો આગામી દિવસોમાં ડોમેસ્ટિક એરપોર્ટ ખાતે સ્લીપિંગ પોડ એરિયા પણ બનાવવાની તૈયારી ચાલી રહી છે. જ્યાં મુસાફરો આરામ પણ કરી શકશે. આ સુવિધાઓથી હવાઈ સેવામાં વધારો થશે તેમજ દેશના અર્થતંત્રને ફાયદો થશે.

આ પણ વાંચો : Kutch : અદાણી ગ્રીન પાવર વિરુદ્ધ કિસાન સંઘનો મોરચો, ખેડૂતને માર મારવાની ઘટના વખોડી

આ પણ વાંચો : ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળ ઊંડા જવાથી અધધ વીજ વપરાશ, એક વર્ષમાં ખેત કનેક્શનના વીજ વપરાશમાં આટલા યુનિટ વધ્યા

Next Video