ગુજરાતી વીડિયો : અમદાવાદના માધુપુરામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, વિદેશી દારૂના જથ્થાના સાથે 10 આરોપીઓની ધરપકડ, જુઓ Video

| Edited By: | Updated on: Jan 27, 2023 | 4:56 PM

સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદના મધુપુરા વિસ્તારમાં દરોડા પાડયા હતાં. જેમાં બુટલેગરો દારુની કટિંગ કરતા પકડાયા હતાં. SMCની ટીમના દરોડામાં 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાતમાં દારુબંધી હોવા છતા પણ રાજ્યમાં દારુની રેલમ છેલ જોવા મળે છે. દારૂબંધી માટે પોલીસ સતત તેમની (Police) કડક કાર્યવાહી વધારે છે છતા પણ દારુની હેરફેર કરતા બૂટલેગરોમાં વધારો જોવા મળે છે. સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદના માધુપુરા વિસ્તારમાં દરોડા પાડયા હતાં. જેમાં બુટલેગરો દારુની કટિંગ કરતા પકડાયા હતાં. SMCની ટીમના દરોડામાં 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ SMCની ટીમએ 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારુના જથ્થા અને વાહન સહિત કુલ 26 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ : સરસપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 7 આરોપી ફરાર, જુઓ VIDEO

આ અગાઉ પણ મોનિટરિંગ સેલે અમદાવાદના ચાંદખેડામાંથી 960 બોટલ વિદેશી દારૂને ઝડપ્યો હતો. જેની કિમત 5 લાખથી વધુ મુદ્દામાલ પકડવામાં આવ્યો હતો. જેના પર પોલીસે કડક કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત, સુરેન્દ્રનગર હાઈવે પરથી પણ વિદેશી દારૂ ઝડપાયો હતો. જેમાં વિદેશી દારૂની 2300થી વધુ બોટલ અને બિયરની એક હજાર બોટલ મળી હતી. જેમાં કોબીજ તથા ફ્લાવરની આડમાં વિદેશી દારૂ ઝડપાયો છે. પોલીસે કુલ 9.57 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમા LCB પોલીસે ધ્રાંગધ્રા-હળવદ હાઇવે પરથી વિદેશી દારૂ કબજે કર્યો હતી. તેમજ આ કેસમાં મહેમદાવાદના બુટલેગર સોયેબ ઉર્ફે ધુળેટી મન્સૂરીની ધરપકડ કરી હતી.