Ahmedabad: વેપારી પાસેથી પૈસા પડાવતા ખંડણીની ફરિયાદનો મામલો, 2 પોલીસ કોન્સ્ટેબલ અને TRB જવાનની ધરપકડ, જુઓ Video

|

Aug 28, 2023 | 2:28 PM

વેપારીની પત્નિ સાથે અમાનવીય વર્તન કરવાને લઈ તે અમદાવાદ પોલીસ કમિશ્નરને રજૂઆત કરવા પહોંચ્યો હતો. જ્યાં પ્રાથમિક તપાસ અને પૂરાવાઓ જોતા આરોપી પોલીસ કર્મીઓ સામે ખંંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ ના ઓગણજ સર્કલ પાસે પોલીસે એક કાર રોકીને તેમની પાસેથી 60 હજાર રુપિયાની રકમ પડાવી લીધી હતી. એરપોર્ટથી પરિવાર પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો, એ દરમિયાન જ આરોપી પોલીસ કર્મીઓએ વેપારી પાસેથી પૈસા પડાવ્યા હતા. મધ્યરાત્રીના અરસા દરમિયાન કારને રોકીને વેપારી પાસે 2 લાખ રુપિયાની માંગ 2 પોલીસ કર્મીઓએ કરી હતી. પૈસા હાથ પર રોકડ રુપે નહીં હોઈએ પોલીસ કર્મીઓને રકમ એટીએમમાંથી જ ઉપાડીને આપ્યા હતા.

સોલા પોલીસે આરોપી પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વેપારીની પત્નિ સાથે અમાનવીય વર્તન કરવાને લઈ તે અમદાવાદ પોલીસ કમિશ્નરને રજૂઆત કરવા પહોંચ્યો હતો. જ્યાં પ્રાથમિક તપાસ અને પૂરાવાઓ જોતા આરોપી પોલીસ કર્મીઓ સામે ખંંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સોલા પોલીસે આરોપી બંને કોન્સ્ટેબલ અને ટીઆરબી જવાનની ધરપકડ કરીને હવે રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.

 

આ પણ વાંચોઃ  Love Story એ પરિવાર ઉજાડી દીધો, પિતા-પુત્રનુ આપઘાતમાં મોત, સગીર પ્રેમિકાના 6 સગા સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો

 અમદાવાદ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:28 pm, Mon, 28 August 23

Next Video