Breaking News: અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ, 23 જાન્યુઆરી રાત્રે 8 વાગ્યાથી થશે બંધ

અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ5 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. 23 જાન્યુઆરી રાત્રે 8 વાગ્યાથી 28 જાન્યુઆરી રાત્રે 12 વાગ્યા સુધી અંડરબ્રિજ બંધ રહેશે.

| Edited By: | Updated on: Jan 20, 2026 | 7:01 PM

અમદાવાદ શહેરમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ પૂરતો બંધ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત શહેરના અતિ વ્યસ્ત ગણાતા શાહીબાગ અંડરબ્રિજ આગામી 23 જાન્યુઆરીથી 5 દિવસ માટે વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ રહેશે. ટ્રાફિક પોલીસે અલગ અલગ 3 વૈકલ્પિક રૂટની જાહેરાત કરી છે. અસારવા, ગિરધરનગર, દિલ્લી દરવાજા અને કાલુપુર તરફ જવા માટે શાહીબાગ થઈ મહાપ્રજ્ઞ બ્રિજનો ઉપયોગ કરી શકશે.. ગિરધરનગર-અસારવા તરફથી આવતો ટ્રાફિક ગાંધીનગર કે એરપોર્ટ જવા માટે શાહીબાગ થઈ એનેક્સી, આર્મી કેન્ટોનમેન્ટ થઈને જઈ શકશે.

વૈકલ્પિક વ્યવસ્થા

શહેરીજનો બ્રિજ બંધ થવાથી કોઈ હાલાકી ન પડે તે માટે આ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી શકશે

  1. દિલ્હી દરવાજા કે સુભાષબ્રિજથી એરપોર્ટ/ગાંધીનગર જવા માટે: વાહનચાલકો સુભાષબ્રિજના છેડે આવેલા શિલાલેખ ફ્લેટ પાસેથી રિવરફ્રન્ટનો ઉપયોગ કરી, ડફનાળા રિવરફ્રન્ટ માર્ગે થઈને એરપોર્ટ તથા ગાંધીનગર જઈ શકશે.
  2. એરપોર્ટ/ગાંધીનગરથી શહેર તરફ (કાલુપુર/દિલ્હી દરવાજા) આવવા માટે: ઍરપોર્ટ તરફથી આવતો ટ્રાફિક ડફનાળા રિવરફ્રન્ટનો ઉપયોગ કરી શકશે. જ્યારે અસારવા, ગીરધરનગર કે કાલુપુર જવા માટે શાહીબાગ થઈને મહાપ્રજ્ઞજી બ્રિજનો ઉપયોગ કરી શકાશે.
  3. ગીરધરનગર/અસારવાથી એરપોર્ટ/ગાંધીનગર જવા માટે: આ રસ્તેથી આવતા વાહનો શાહીબાગ થઈ, એનેક્ષી અને ગાયત્રી મંદિર થઈને આર્મી કેન્ટોનમેન્ટના રસ્તે એરપોર્ટ જઈ શકશે. તેમજ ત્યાંથી ઈન્દીરાબ્રિજ થઈ ગાંધીનગર જઈ શકાશે.

Input Credit:_Sachin Patil

આખરે એ અવસર આવી જ ગયો, તારક મહેતા કા ઉલટા ચશ્મામાં પોપટલાલના થશે લગ્ન, જયપુર પહોંચ્યા ગોકુલધામવાસીઓ અને ટપ્પુસેના