ગુજરાતમાં(Gujarat) સતત વધતા કોરોનાના(Corona) કેસ ચિંતાનો વિષય બન્યો છે ત્યારે અમદાવામાં(Ahmedabad) કોરોના બેકાબૂ બન્યો છે.. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અમદાવાદમાં 8194 નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 5 દર્દીઓના મોત થયા છે.શહેરમાં છેલ્લા 24 કલાકમાં 2635 લોકો સાજા થઈ ગયા છે. તો બીજી તરફ અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 138 કેસ સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 73 દર્દીઓ સાજા થયા છે સાથે જિલ્લામાં 1 દર્દીનું મોત થયું છે.
જયારે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધ્યા છે તો આ સાથે માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ સતત વધારો નોંધાયો છે. શહેરમાં વધુ 27 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા. જ્યારે 11 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. આ સાથે શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 165થી વધી 181 થઈ ગઈ છે. શહેરમાં વધુ 200 ઘરોના 704 લોકોને માઈક્રો કન્ટેઇનમેઇન્ટ ઝોનમાં મુકાયા છે. જેમાં સૌથી વધારે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 12 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેઇન્ટ ઝોનમાં મુકવાનો નિર્ણય કરાયો છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનના જોધપુર અને સરખેજમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. ત્યારે ત્રીજી લહેરમાં એએમસીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. છેલ્લા એક સપ્તાહમાં એએમસીમાં 150 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. વર્ગ 1ના અધિકારીઓથી લઈ વર્ગ 4 સુધીના કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.
આ પણ વાંચો : Ahmedabad ના નારોલમાં કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું, ત્રણ આરોપીની ધરપકડ
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતાએ કોરોના મૃતકોની સહાય વધારવા માંગ કરી, સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી દર્શાવી
Published On - 10:14 pm, Sat, 22 January 22