Ahmedabad Video : સ્કૂલ વર્ધી એસોસિએશનની હડતાળ સમેટાઈ, RTO ઓફિસમાં શનિ-રવિવારે પણ થશે પાર્સિંગનું કામ

|

Jun 19, 2024 | 4:36 PM

ગુજરાતમાં સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્ત માટે હડતાળ જાહેર કરી હતી. ત્યારે વાલીઓ અને બાળકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના RTO અધિકારી જે. જે. પટેલ સાથે બેઠક બાદ લેવાયા મહત્તવના નિર્ણય ,

ગુજરાતમાં સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્ત માટે હડતાળ જાહેર કરી હતી. ત્યારે વાલીઓ અને બાળકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલી હડતાળ સમેટાઈ ગઈ છે. અમદાવાદના RTO અધિકારી જે. જે. પટેલ સાથે બેઠક બાદ નિર્ણય લેવાયો છે.

સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જાહેરાત કરી છે. RTO અધિકારી જે. જે. પટેલે ખાતરી આપી છે. અમદાવાદ સુભાષબ્રિજ RTO ખાતે રોજ 200 ગાડીઓનું પાર્સિંગ થાયે છે. પાર્સિંગ માટે અરજી કરનાર સ્કૂલ વર્ધી વાહનધારકોનાં વાહનનું પાર્સિંગ કરવામાં આવશે.

સ્કૂલ વર્ધીના વાહનો માટે શનિવારે અને રવિવારે પણ RTO કચેરીમાં પાર્સિંગનું કામ કરવામાં આવશે. સ્કૂલ વર્ધી વાહનનો માટે પણ નિયામોમાં બાંધછોડ નહીં કરવામાં આવે. RTO અધિકારીના જણાવ્યા અનુસાર રજિસ્ટ્રેશન માટે 45 થી 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ સમયગાળામાં દુર્ઘટના બને તો સ્કૂલ વર્ધી વાહન ચાલક જવાબદાર રહેશે.

સ્કૂલ વર્ધી એસોસિએશનની માગ યથાવત

સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે હડતાળ સમેટાઈ હોવાની જાહેરાત કરી છે. આવતીકાલથી વિદ્યાર્થીઓને નિયમિત રુપથી બાળકોને લેવા-મુકવા જવાનું શરુ કરશે. આ સાથે સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યુ કે ગતિસીમા, મીટર અને CNG ટેન્ક બાબતની અમારી માગ યથાવત રહેશે. સ્કૂલ વર્ધી વાનમાં 14 અને રિક્ષામાં 6 બાળકો બેસાડવાની માગ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video