ધોરણ 10 અને 12 પેપરલીક મામલે DEOએ સાયબર ક્રાઇમમાં અરજી કરી, અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી

|

Feb 19, 2022 | 3:33 PM

જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર બાદ ધોરણ 10-12ની પ્રીલિમિનરી પરીક્ષાનું પેપર લીક થયું છે. જેને લઈ શિક્ષણ બોર્ડે તપાસનો આદેશ કર્યો છે. બોર્ડના સચિવ અને જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસનો આદેશ કર્યો છે.

ધોરણ 10 અને 12(Standard 10-12)ની પ્રીલિમ પરીક્ષા(Preliminary exam)નું પેપર લીક (Paper leak) થવાના પ્રકરણમાં અમદાવાદ ગ્રામ્યના DEOએ સાયબર ક્રાઇમમાં અરજી કરી છે. અમદાવાદ ગ્રામ્યના શિક્ષણ અધિકારીએ અજાણ્યા શખ્સો સામે સાયબર સેલમાં અરજી કરી હોવાની માહિતી આપી છે.

રાજ્યમાં પેપર લીકનો સિલસિલો થોભવાનું નામ નથી લઈ રહ્યો, જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર બાદ ધોરણ 10-12ની પ્રીલિમિનરી પરીક્ષાનું પેપર લીક થયું છે. જેને લઈ શિક્ષણ બોર્ડે તપાસનો આદેશ કર્યો છે. બોર્ડના સચિવ અને જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસનો આદેશ કર્યો છે. પેપર લીક થવાને લઇને અમદાવાદ DEO પણ દુવિધામાં મુકાયા છે. જેથી તેમણે ધોરણ 10-12ની પ્રીલિમિનરી પરીક્ષાનું પેપર લીક થવાને લઇને સાયબર ક્રાઇમમાં અરજી કરી છે અને અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

પરીક્ષાના બે દિવસ પહેલા જ યુટ્યુબ પર પેપર લીક થઈ ગયું છે. યુટ્યુબ પર આખુ પેપર સોલ્વ કરાવતો વીડિયો અપલોડ થયો છે. આ પેપર નવનીત પ્રકાશનમાં છપાયેલા છે. પેપર લીક ન થાય તે નવનીત પ્રકાશનની જવાબદારી બને છે. જેને પગલે નવનીત પ્રકાશને શાળા સંચાલકોને પત્ર લખ્યો છે. નવનીત પ્રકાશને પરીક્ષાના પ્રશ્નપત્રોની થેલીઓ કાળજીપૂર્વક સાચવી રાખવા માટે વિનંતી કરી હતી. સાથે જ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ વાત કરી હતી. પ્રાથમિક ધોરણે અમદાવાદમાંથી જ પેપર લીક થયું હોવાની આશંકા છે.

આ મામલે શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ.પટેલે કહ્યું છે કે રાજ્યની માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને પ્રીલિમનરી પરીક્ષાના પ્રશ્નપત્રો સ્કૂલમાંથી જ કાઢીને પરીક્ષા લેવાની સૂચના અપાઇ છે, જેથી પ્રીલિમનરી પરીક્ષાના પ્રશ્નપત્રો જે-તે શાળાઓએ કાઢીને પરીક્ષા યોજવાની રહે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રીલિમનરી પરીક્ષા માટેના પ્રશ્નપત્ર અપાયેલા નથી છતાં પેપર લીક થવાની ઘટના અંગે અમદાવાદ શહેર અને જિલ્લાના શિક્ષણાધિકારીઓને તપાસ કરવાના આદેશ આપ્યા છે. આ ઘટના સાથે સંકળાયેલાં તત્ત્વો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો-

Ahmedabad: AMCની સામાન્ય સભામાં કોર્પોરેટરે ઠાલવ્યુ પોતાનું દર્દ, VS હોસ્પિટલની બેદરકારીથી માતાનું મોત થયાનો કર્યો આક્ષેપ

આ પણ વાંચો-

Junagadh: મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં બજેટને મંજૂરી, બજેટ જુનાગઢને પ્રવાસન શહેર તરીકે વિકસાવનારુ હોવાનો શાસક પક્ષનો દાવો

Next Video