Breaking News : ‘બે આત્મઘાતી હુમલાખોર કોર્ટમાં હાજર છે..’, અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇમેઇલથી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

| Edited By: | Updated on: Jan 28, 2026 | 1:03 PM

અમદાવાદના ગ્રામ્ય કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસને મળતી માહિતી અનુસાર, ઇમેલ મારફતે કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઇમેલમાં જણાવાયું છે કે બે આત્મઘાતી હુમલાખોર કોર્ટમાં હાજર હોઈ શકે છે. આ ઇમેઇલ મળતા જ કોર્ટમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

અમદાવાદના ગ્રામ્ય કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસને મળતી માહિતી અનુસાર, ઇમેલ મારફતે કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઇમેલમાં જણાવાયું છે કે બે આત્મઘાતી હુમલાખોર કોર્ટમાં હાજર હોઈ શકે છે. આ ઇમેઇલ મળતા જ કોર્ટમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

ધમકીના પગલે કોર્ટની સુરક્ષા તંત્રએ સતર્કતા વધારી છે. કોર્ટ બહાર ફાયર વિભાગની ત્રણ ગાડીઓ હાજર કરી દેવાઈ છે અને સંભવિત જોખમને ધ્યાનમાં લઈને પોલીસ તથા સુરક્ષા તંત્ર દ્વારા કોર્ટની અંદર અને બહાર કડક તપાસ અને સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે. બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડ સહિતની ટીમ સ્થળ પર પહોંચીને તપાસ કરી રહી છે.   કોર્ટની કામગીરી ઉપર અસર ન પડે તે માટે કાયદેસર તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસ તંત્રને સંદિગ્ધ ઈમેલનો સ્રોત શોધવાની તાકીદ છે અને ઘટના સ્થળે CCTV અને ડિજિટલ ફૂટપ્રિન્ટની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

અહિ સુધી મળેલી માહિતી પ્રમાણે કોર્ટના અધિકારીઓ અને સ્ટાફને પણ સુરક્ષા માટે સતર્ક રાખવામાં આવી છે. શહેરના અન્ય કોર્ટ અને સરકારી ઑફિસોમાં પણ સંભવિત જોખમને ધ્યાનમાં લઈને વધારાની સુરક્ષા હાજર છે. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા લોકોને કોર્ટ વિસ્તાર નજીક ન આવવા અને જાહેર સ્થાન પર સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આગળની તપાસ ચાલુ છે અને વધુ વિગતો મળતાં પબ્લિક સાથે વહેંચવામાં આવશે.

મહત્વનું છે કે અગાઉ થોડ઼ા મહિના પહેલા પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટને આ જ રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પ્રાથમિક તપાસમાં આ ઇમેલ તમિલનાડુમાંથી મોકલવામાં આવી હોવાનું દર્શાવાયું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 28, 2026 12:53 PM