Ahmedabad: રાજ્યની માધ્યમિક શાળાઓમાં 11 મહિનાના કરાર આધારિત થશે શિક્ષકોની ભરતી, 4 સપ્ટેમ્બરથી કરી શકાશે ઓનલાઈન અરજી

|

Aug 24, 2023 | 10:59 PM

Ahmedabad: રાજ્યની માધ્યમિક શાળાઓમાં હવે 11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની ભરકી કરવામાં આવશે. જો કે સરકારની આ જાહેરાતનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ઉમેદવારો 4 સપ્ટેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકશે.

Ahmedabad: વિરોધ વચ્ચે રાજ્યની માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીની જાહેરાત કરાઈ. શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકની 11 માસના કરાર આધારિત ભરતીની જાહેરાત કરી. ઉમેદવારો 26 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે.માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયકોનો પગાર રૂ.24 હજાર રહેશે.મહત્વનું છે કે કરાર આધારિત ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા હતા.ત્યારે વિરોધ વચ્ચે માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીની જાહેરાત કરાઈ છે.

આ પણ વાંચો : Gujarati Video રાજકોટ ભાજપમાં કવિતા સ્વરૂપે બહાર આવ્યો આંતરિક જૂથવાદ, જી હજુરી અને સગાવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ

બીજી તરફ કરાર આધારિત ભરતીને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકારની નીતિ પર કટાક્ષ કર્યો.મનિષ દોશીએ નિવેદન આપ્યુ કે રાજ્યની શાળાઓમાં 32 હજાર કરતા વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. ટેટ અને ટાટ ઉમેદવારોની વારંવારની રજૂઆતો બાદ પણ કાયમી ભરતી નથી કરાઈ. પ્રવાસી શિક્ષકો બાદ હવે જ્ઞાન સહાયકોની પ્રથા શિક્ષણમાં લાવવામાં આવી. હવે સરકાર કોન્ટ્રાકટ સિસ્ટમ તરફ આગળ વધી રહી છે. જેના કારણે શિક્ષણ વ્યવસ્થાને અસર થશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 10:56 pm, Thu, 24 August 23

Next Article