Gujarat Weather News : રાજ્યમાં કાળઝાળ ગરમીની શરુઆત, અમદાવાદનું તાપમાન 41 ડિગ્રી નોંધાયુ, જુઓ Video

| Edited By: | Updated on: Apr 11, 2023 | 12:36 PM

ગઈકાલે રાજ્યના 7 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું. જેમાં સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું છે. અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે. એવું પ્રથમ વાર બન્યું છે કે 1 માર્ચથી 10 એપ્રિલ દરમિયાન અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું હતુ.

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગઈકાલે રાજ્યના 7 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું. જેમાં સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું છે. અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે. એવું પ્રથમ વાર બન્યું છે કે 1 માર્ચથી 10 એપ્રિલ દરમિયાન અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું હતુ.

આ પણ વાંચો :Gujarat weather: ફરી એક વાર માવઠાનું સંકટ, 30 અને 31 માર્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

આ પહેલા વર્ષ 2020માં 5 એપ્રિલે 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં ગરમ સૂકા પવનોની અસરથી ગરમીનું પ્રમાણ વધ્યું છે. અન્ય શહેરોની વાત કરીએ તો, ગાંધીનગરમાં 40.5, અમરેલીમાં 40.4, વડોદરામાં 40.2, સુરત અને દાદરાનગરહવેલીમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

રાજ્યમાં ગરમીની આગાહી

હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ગરમી વધવાની આગાહી અંગેના અહેવાલ વહેતા થયા હતા. જોકે હાલ તો ગુજરાતમાં વરસાદની વકી છે જોકે હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે હાલમાં તો હીટ વેવ અને યલો એલર્ટ અંગેની કોઈ આગાહી નથી. જોકે વરસાદના કારણે વાતાવરણમાં ફેરફાર નોંધાઈ શકે છે.

સમગ્ર માર્ચ મહિનામાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન

આ પહેલા પણ ગુજરાતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી ચુક્યો છે. સમગ્ર માર્ચ મહિના દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડૂતોએ મહામહેનતથી પકવેલા પાકમાં નુકસાન થયુ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઘઉં, લસણ અને ડુંગળી સહિતના પાકને નુકસાન થયુ છે. ખેડૂતોને થયેલા નુકસાન સામે ગુજરાત સરકારે સહાયની પણ જાહેરાત કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published on: Apr 11, 2023 10:27 AM