Rain Update: આગાહી વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ, વાતાવરણમાં પ્રસરી ઠંડક, જુઓ Video
ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી (Rain) માહોલ રહેવાની આગાહી છે. હવામાન વિભાગે આજથી 18 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મધ્યમ, ભારે તેમજ અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો.
Monsoon 2023 : ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી (Rain) માહોલ રહેવાની આગાહી છે. હવામાન વિભાગે આજથી 18 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મધ્યમ, ભારે તેમજ અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો.
આ પણ વાંચો- Breaking News : દાહોદથી આણંદ જતી મેમુ ટ્રેનમાં લાગી આગ, ફર્સ્ટ કલાસનો ડબ્બો આગની ચપેટમાં, જુઓ Video
અમદાવાદ શહેરના એસજી હાઇવે, વસ્ત્રાપુર અને થલતેજ, વેજલપુર,જીવરાજ પાર્ક, જશોદાનગર, ઓઢવ, સિંગરવા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. તો એરપોર્ટ વિસ્તારમાં પણ ઝરમર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો..લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં રસ્તાઓ પાણી પાણી થયા હતા. જો વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો