નવા વર્ષને આવકારવા અમદાવાદીઓ સજ્જ, વિવિધ ક્લબ અને પાર્ટી પ્લોટમાં કરાયું નાઇટ પાર્ટીનું આયોજન
થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને અમદાવાદના મુખ્ય રસ્તાઓ પર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. ખાસ કરીને એસ.જી.હાઇવે અને સિંધુભવન રોડ સહિત એસ.પી.રિંગરોડ ઉપર DJ પાર્ટીનું આયોજન થવાનું છે. જેમાં લેસર, ડાર્ક લાઈટ, ફાયર ડ્રમ, વોટર ડ્રમ ફેમસ થીમ હશે. જેમાં યુવાઓ DJના તાલે ઝૂમી ઉઠશે. જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.
નવા વર્ષને આવકારવા અમદાવાદીઓ સજ્જ બન્યા છે. થર્ટી ફર્સ્ટને લઇને અમદાવાદની વિવિધ ક્લબ તેમજ પાર્ટી પ્લોટમાં ડીજે નાઇટ અને પાર્ટીના આયોજનો કરાયા છે. અમદાવાદ શહેરમાં પોલીસે કુલ 21 જગ્યાઓ પર નાઇટ પાર્ટીની મંજૂરી આપી છે. અમદાવાદના શીલજમાં એક ફાર્મમાં ફૂલ નાઇટ પાર્ટીનું આયોજન કરાયું છે. આ પાર્ટી સાંજના 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ચાલશે.
થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને અમદાવાદના મુખ્ય રસ્તાઓ પર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. ખાસ કરીને એસ.જી.હાઇવે અને સિંધુભવન રોડ સહિત એસ.પી.રિંગરોડ ઉપર DJ પાર્ટીનું આયોજન થવાનું છે. જેમાં લેસર, ડાર્ક લાઈટ, ફાયર ડ્રમ, વોટર ડ્રમ ફેમસ થીમ હશે. જેમાં યુવાઓ DJના તાલે ઝૂમી ઉઠશે. જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.
Latest Videos
Latest News