Ahmedabad Rain : અમદાવાદના જોધપુર સહિત વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ, રસ્તામાં ભરાયા પાણી, જુઓ Video

|

Jun 30, 2023 | 8:51 PM

અમદાવાદના જોધપુરમાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યા છે. બોડકદેવ અને બોપલ વિસ્તારમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. ખમાસા વિસ્તારમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.

Ahmedabad Rain: અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદી માહોલ છ્વાયો છે. અમદાવાદના જોધપુરમાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો. તો બોડકદેવ અને બોપલ વિસ્તારમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો. અમદાવાદના ગોતા, સેટેલાઈટ, વેજલપુર, વાડજ, રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

અમદાવાદ પૂર્વમાં હાટકેશ્વર અને અમરાઈવાડી વિસ્તારોમાં વરસાદ વરસ્યો. અમદાવાદમાં સાંજે ઓફિસો છૂટવાના સમયે જ વરસાદ પડતા વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેને લઈ કેટલાક વાહનો બંધથાય હતા. અમદાવાદના બોપલમાં વરસાદ નોંધાયો છે. જેને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

આ પણ વાંચો  : ઓઢવમાં અસામાજિક તત્વોનો વધ્યો આતંક, વાહનોમાં તોડફોડ કરી ફેલાવી દહેશત, CCTVને આધારે હાથ ધરાઈ તપાસ

બીજા દિવસે વરસાદી માહોલને લઈ SG હાઇવે પર પાણી ભરાયા  છે. બપોર બાદ લગભગ મોટા ભાગમાં વરસાદ વરસ્યો છે. ઠેર ઠેર ભારે તો ક્યાક હળવા ઝાપટાં પડ્યા બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ. SG હાઇવે પર વાહન ચાલકોને વરસાદને કારણે ભારે હલકી ભોગવવાનો વારો આવ્યો હતો. અમદાવાદના થલતેજ વિસ્તારમાં પણ પાણી ભરાયા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:01 pm, Fri, 30 June 23

Next Video