Ahmedabad: રેલવે વિભાગે કોર્પોરેશનની જમીન પર ગેરકાયદે બાંધકામ કર્યાનો આક્ષેપ, ખોખરા વિસ્તારના કોર્પોરેટરે લગાવ્યા આરોપ

|

Feb 23, 2022 | 8:09 AM

અમદાવાદમાં રેલવે વિભાગ દ્વારા કોર્પોરેશનની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામનો આરોપ સ્થાનિક કોર્પોરેટરે લાગ્યો છે. કોર્પોરેટરનો આક્ષેપ છે કે કોર્પોરેશનના બસ સ્ટેન્ડ તથા લાઈટના થાંભલા ઉપર રેલવે વિભાગ દ્વારા બેદરકારી દાખવીને ચણતર કામ કરવામાં આવ્યું છે.

અમદાવાદ (Ahmedabad) શહેરના ખોખરા (Khokhara)વિસ્તારમાં રેલવે વિભાગ(Railway Department) દ્વારા કોર્પોરેશનની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ (Illegal construction) કરવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ ખોખરા વિસ્તારના જ કોર્પોરેટરે લગાવ્યો છે.

અમદાવાદમાં રેલવે વિભાગ દ્વારા કોર્પોરેશનની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામનો આરોપ સ્થાનિક કોર્પોરેટરે લાગ્યો છે. કોર્પોરેટરનો આક્ષેપ છે કે કોર્પોરેશનના બસ સ્ટેન્ડ તથા લાઈટના થાંભલા ઉપર રેલવે વિભાગ દ્વારા બેદરકારી દાખવીને ચણતર કામ કરવામાં આવ્યું છે. મણિનગરના નાથાલાલ જગડિયા બ્રિજ પાસે રેલવે કોલોની આવેલી છે જેની આસપાસ રેલવે વિભાગ કોટ બાંધવાની કામગીરી કરતું હતું. આ બાંધકામ કરતી વખતે એટલી બેદરકારી દાખવવામાં આવી કે આ દિવાલના વચ્ચે આવતા લાઈટના થાંભલા ને પણ ચણી દેવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે રેલવે વિભાગની બેદરકારી દ્રશ્યમાન થાય છે.

કોર્પોરેટરે એ પણ આક્ષેપ કર્યો છે કે લોકોની સુવિધા માટે આ રસ્તા પરથી એએમટીએસ બસ પસાર થાય છે અને તેના રોકાણ માટે તંત્રએ બસ સ્ટેન્ડની વ્યવસ્થા કરી હતી. આ બસ સ્ટેન્ડ પાંચ ફૂટ જેટલું રેલવે વિભાગ દ્વારા અંદર લઈ દિવાલ ચણી દેવામાં આવી છે અને જેને પગલે સ્થાનિક કોર્પોરેટર રજૂઆત કરતા એસ્ટેટ વિભાગ સહિતની ટીમો દોડતી થઈ છે.

આ બાંધકામ કરતી વખતે એટલી બેદરકારી દાખવવામાં આવી કે આખરે કોર્પોરેટરે ફરિયાદ કરવી પડી છે. કોર્પોરેટરે આ અંગે રેલવેના અધિકારી સાથે વાતચીત પણ કરી હતી.

આ પણ વાંચો-

અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં મેટ્રો ટ્રેન દોડી, ફેઝ-1 માટે પ્રિ ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યો

આ પણ વાંચો-

Ahmedabad: મેટ્રોના ભોગે મિલકત ગુમાવનારા ઉદ્યોગકારો હાઇકોર્ટના દ્વારે, હાઈકોર્ટે મેટ્રોનું કામ કરતી કંપનીને જમીન ફાળવવા આદેશ કર્યો

Next Video