અમદાવાદમાં લોકોની સુરક્ષા માટે પોલીસ બની હાઈટેક, 205 સ્થળો પર લાગ્યા ઇમરજન્સી કોલ બોક્સ, જુઓ Video  

|

Mar 11, 2024 | 11:31 PM

અમદાવાદના નાગરિકોની સુરક્ષા માટે પોલીસ હાઈટેક બની છે. નિર્ભયા સેફ સીટી પ્રોજેકટ સુરક્ષા કરશે. શહેરમાં ઇમરજન્સી કોલ બોક્સ લાગશે, આ ઇમરજન્સી કોલ બોક્સનું બટન દબાવી તાત્કાલિક મદદ મેળવી શકાશે. પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલરૂમમાંથી મદદ મળશે. શહેરના 205 સ્થળએ આવા ઇમરજન્સી કોલ બોક્સ લાગ્યા છે. પોલીસની જરૂર હશે તો PCR પહોંચશે. ખાસ કરીને મેડિકલ ઇમરજન્સી હશે તો 108 પહોંચશે. આગ લાગી હશે તો ફાયર બ્રિગેડ પહોંચશે. આ સાથે જ કુદરતી આફત સમયે પણ મદદ મળી રહેશે.

લોકોની સુરક્ષા એજ સરકારની પ્રથમ જવાબદારી એટલે જ હવે અમદાવાદ પોલીસ હાઈટેક બની રહી છે. રસ્તા પર રાતે ફરતી બહેન-દીકરીઓ હવે સુરક્ષા માટે આશ્વસ્ત બની શકે છે, કારણ કે આ વખતે વચન આપનાર તેનો ભાઈ કે પરિવારજન નહીં પરંતુ પોલીસ છે.

અમદાવાદ પોલીસ આ વખતે બહેન-દીકરીઓ સિનિયર સિટિઝન અને નાના બાળકોની સુરક્ષા માટે એક અનોખો પ્રોજેક્ટ લઈને આવી રહી છે. જેમાં ખાસ કરીને એવા સંજોગોમાં જ્યાં પરિવાર પહોંચી ન શકે ત્યારે તાત્કાલિક પોલીસ પહોંચી જશે.

મુશ્કેલીમાં ફસાયેલી જે તે વ્યક્તિ એક બટન દબાવશે તો થોડી વારમાં જ તેમનો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચી જશે અને વીડિયો સાથે તે વાત કરી શકશે. આ સ્થિતિનો તાગ મેળવીને તાત્કાલિક નજીકની પોલીસ અથવા જરૂર પડ્યે સિનિયર અધિકારી પણ ત્યાં પહોંચી શકે તે માટેની વ્યવસ્થા અમદાવાદ શહેર પોલીસમાં પ્રથમ વખત થઈ છે.

દેશના 8 શહેરમાં આ પ્રોજેક્ટની શરૂઆત કરનારનું અમદાવાદ શહેર દેશમાં સૌપ્રથમ છે. આ પ્રોજેકટ કેવી રીતે મદદ પહોંચાડશે તે અંગે Tv9 દ્વારા નિષણાતો સાથે પણ વાત કરવાંઆ આવી હતી.

Published On - 11:30 pm, Mon, 11 March 24

Next Video