Video : Ahmedabadની રઘુવીર વિદ્યાવિહાર સ્કૂલમાંથી ગૂમ વિદ્યાર્થી મુદ્દે પોલીસે તપાસ તેજ કરી, સીસીટીવી ફૂટેજ મળી આવ્યા
અમદાવાદની ઠક્કરનગરની રઘુવીર વિદ્યાવિહાર સ્કૂલમાંથી ગૂમ થયેલા વિદ્યાર્થી મુદ્દે પોલીસને મહત્વના સીસીટીવી ફૂટેજ મળ્યા છે . જેમા પરિવારની ફરિયાદ બાદ વિદ્યાર્થી માનવની શોધખોળ કરી રહેલી પોલીસે સ્કૂલની આસપાસના સીસીટીવીનું ચેકિંગ કર્યું હતું..
અમદાવાદની ઠક્કરનગરની રઘુવીર વિદ્યાવિહાર સ્કૂલમાંથી ગૂમ થયેલા વિદ્યાર્થી મુદ્દે પોલીસને મહત્વના સીસીટીવી ફૂટેજ મળ્યા છે . જેમા પરિવારની ફરિયાદ બાદ વિદ્યાર્થી માનવની શોધખોળ કરી રહેલી પોલીસે સ્કૂલની આસપાસના સીસીટીવીનું ચેકિંગ કર્યું હતું.. જેમાં વિદ્યાર્થી માનવ શાળામાંથી નીકળીને નોબલ સ્કૂલ તરફ ગયો હોવાનું દેખાયું હતું.. નોબલ સ્કૂલથી તે AMTSમાં બેસી કૃષ્ણનગર મહાકાળી મંદિર ખાતે ઉતર્યો હતો.
કંટ્રોલ રૂમના સીસીટીવીની તપાસ શરૂ કરી
જેથી પોલીસે મંદિરની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા. પરંતું કોઈ સીસીટીવી નહીં મળતા પોલીસે આખરે કંટ્રોલ રૂમના સીસીટીવીની તપાસ શરૂ કરી છે. પોલીસે આ તમામ માહિતી ગૂમ થયેલા માનવના પરિવારજનોને આપી હતી.
વિદ્યાર્થીના ગૂમ થવાની જાણ થયા બાદ વિદ્યાર્થીના માતા-પિતા સહિત પરિવાર જનો શાળાએ પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોનો આક્ષેપ છે કે વિદ્યાર્થી માનવના ગૂમ થવા પાછળ શાળા પ્રશાસન જ જવાબદાર છે.
વિદ્યાર્થી માનવે અસાઈન્ટમેન્ટ કમ્પ્લીટ નહોતું કર્યું
સમગ્ર ઘટનામાં સામે આવ્યું છે કે વિદ્યાર્થી માનવે અસાઈન્ટમેન્ટ કમ્પ્લીટ નહોતું કર્યું. તેથી તેણે બીજા વિદ્યાર્થીનું અસાઈન્મેન્ટ ચોર્યું હતું. જેથી બંને બાળકોને આચાર્ય સામે રજૂ કરવામાં આવ્યા હતા. જેના પણ સીસીટીવી સામે આવ્યા છે.. ત્યાર બાદ બીજા વિદ્યાર્થીને ક્લાસ રૂમમાં મોકલી આપ્યો હતો અને માનવને સ્કૂલના કમ્પાઉન્ડમાં બેસાડી રાખી વાલીને જાણ કરાઈ હતી.
પરંતુ વાલી પહોંચે તે પહેલા જ વિદ્યાર્થી માનવ શાળામાંથી ભાગી ગયો. જો કે શાળા પ્રસાશન તરફથી માનવના પરિવારજનોએ કરેલા આક્ષેપોને ફગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના નવા 04 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 25 એ પહોંચી