અમદાવાદ શહેરમાં આતંકી હુમલાની દહેશત, પોલીસ કમિશ્નરે તંત્રને એલર્ટ રહેવા આદેશ આપ્યા
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે જાહેરનામાના માધ્યમથી અધિકારીઓને સતર્ક કર્યા છે. જેમાં જાહેર સ્થળો પર અને લોકોની વધુ અવર જવર હોય તે સ્થળે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવા આદેશ આપ્યા છે.
અમદાવાદ(Ahmedabad) શહેરમાં તહેવારો દરમ્યાન આતંકી હુમલાની(Terror Attack) દહેશતના પગલે શહેર પોલીસ કમિશ્નરે( police commissioner) જાહેરનામું બહાર પાડીને તંત્રને એલર્ટ રહેવા માટે આદેશ આપ્યા છે. આ ઉપરાંત શહેરમાં સલામતી વ્યવસ્થાને (Security Arrangment) વધુ સઘન બનાવવા માટે તેમજ પોલીસ અધિકારીઓને તેમના વિસ્તારમાં કડક તપાસના આદેશ આપ્યા છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે જાહેરનામાના માધ્યમથી અધિકારીઓને સતર્ક કર્યા છે. જેમાં જાહેર સ્થળો પર અને લોકોની વધુ અવર જવર હોય તે સ્થળે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવા આદેશ આપ્યા છે. આ ઉપરાંત શોપિંગ મોલ અને મલ્ટીપ્લેક્સમાં તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવી છે.
શહેર પોલીસ કમિશ્નરે લોકોને પણ સતર્ક રહેવા અપીલ કરી છે. તેમજ કોઇપણ શંકા ઉપજાવે તેવી પ્રવુતિ જોવા મળે તો શહેર પોલીસ કંટ્રોલરૂમને જાણ કરવા લોકોને અપીલ કરી છે. તેમજ કોઇપણ સ્થળે બિનવારસી વસ્તુ કે પદાર્થ જોવા મળે તો તેનાથી દૂર રહેવા અને તરત જ પોલીસને જાણ કરવા પણ કહેવામાં આવ્યું છે.
ગુજરાતના કોરોનાની બીજી લહેરની સમાપ્તિ બાદ હવે બજારોમાં લોકોની અવર જવર વધી છે. તેમજ આગામી દિવસોમાં દિવાળીના તહેવારો પણ આવી રહ્યા છે જેના પગલે બજારમાં ભીડ પણ વધવાની છે. તેવા સમયે ભારે ભીડભાડ વાળા સ્થળો આતંકી હુમલા માટે સોફ્ટ ટાર્ગેટ બની શકે છે. જેના પગલે પોલીસ કમિશ્નરે જાહેરનામાં દ્વારા લોકો અને પોલીસને સતર્ક રહેવા માટે જણાવ્યું છે.
આ પણ વાંચો : વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં શરદોત્સવ ઉજવાયો, સંતો અને હરિભક્તોએ રાસની રમઝટ બોલાવી
આ પણ વાંચો : ગુજરાતમાં એસ.ટી.કર્મચારીઓની આજ મધરાતથી હડતાળ પર જવાની ચીમકી, 8 હજાર એસ.ટી. બસના પૈડાં થંભી જશે