ન્યૂ યરની ઉજવણીને લઈને સાવધાન: અમદાવાદ કમિશનરે બહાર પાડ્યું આ જાહેરનામું, ભંગ કરવો પડી શકે છે ભારે

|

Dec 22, 2021 | 6:58 AM

Ahmedabad: અમદાવાદના પોલીસ કમિશનરે નવા વર્ષની ઉજવણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત જો તેને અનુસરવામાં નહીં આવે તો કાર્યવાહી થઇ શકે છે.

Ahmedabad New Year Calibration : નાતાલ અને ન્યુ યર જેવા તહેવારો સામે જ છે. અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ તહેવારોની ઉજવણી ધામધૂમથી થવા લાગી છે. આ સાથે જ લોકો ફટાકડા અને આતિશબાજી થી ન્યુ યર અને 31 ડિસેમ્બર સેલીબ્રેટ કરતા હોય છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં ન્યુ યરને લઈ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામ પ્રમાણે નાતાલથી ન્યુ યર સુધી રાત્રે 11.55થી 12.30 સુધી ફટાકડા ફોડી શકશે. તેમજ ચાઈનીઝ અને ઇ ફટાકડા જેવા પ્રદુષણ ફેલાવતા ફટાકડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જાહેરનામાંનો ભંગ થતો જણાશે ત્યાં પોલીસ કાર્યવાહી પણ થઇ શકે છે. જણાવી દઈએ કે જાહેરનામાં અનુસાર ધ્વનિ પ્રદુષણ કરે એવા ફટાકડા પર પ્રતિબંધ મુકાયો છે. આ જાહેરનામું 25 થી 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે.

જણાવી દઈએ કે ગુજરાતના (Gujarat) આઠ શહેરોમાં 31 ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યુ (Night Curfew) લંબાવવામાં આવ્યો છે. જેમાં કોઇ રાહત આપવામાં આવી નથી તેમજ રાત્રે 1 વાગ્યેથી 5 વાગે સુધી રાત્રિ કરફ્યુ યથાવત રહેશે. જો કે રાજ્યમાં વધી રહેલા કોરોના (Corona) અને નવા વેરીએન્ટ ઓમિક્રૉનના લીધે સરકારે રાત્રિ કરફ્યુમાં હાલ કોઇ છૂટછાટ આપી નથી. તેમજ રાજ્યના 10 થી 13 જાન્યુઆરી દરમ્યાન ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો: LOC પર પહેલીવાર ઓન કેમેરા ભારતનો પાકિસ્તાનને ખુલ્લો પડકાર, સુધરી જજો નહીંતર તો ફરી થશે ‘સ્ટ્રાઇક’

આ પણ વાંચો: અમદાવાદમાં રોગચાળાનો ભરડો: ગત વર્ષના ડિસેમ્બર કરતા આ વર્ષે મચ્છર અને પાણીજન્ય રોગોમાં 6 ગણો વધારો!

Next Video