Chandola Talav : કાયદો હાથમાં લેનાર વ્યક્તિ સામે થશે કડક કાર્યવાહી-પોલીસ કમિશનર જી. એસ. મલિક, જુઓ Video

Chandola Talav : કાયદો હાથમાં લેનાર વ્યક્તિ સામે થશે કડક કાર્યવાહી-પોલીસ કમિશનર જી. એસ. મલિક, જુઓ Video

| Edited By: | Updated on: Apr 29, 2025 | 1:26 PM

બાંગ્લાદેશીઓની ગેરકાયદે વસાહત બુલડોઝર ફરી વળ્યું છે. ત્યારે પોલીસ કમિશનરે બુલડોઝર કાર્યવાહીની સમીક્ષા કરી છે. સર્વે કર્યા બાદ જ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું છે. ગેરકાયદે મિલ્કતો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. મીની બાંગ્લાદેશ કહેવામાં આવતા ચંડોળા તળાવ વિસ્તારમાં આવેલા 1 હજારથી વધારે કાચા-પાકા મકાનો તોડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બાંગ્લાદેશીઓની ગેરકાયદે વસાહત બુલડોઝર ફરી વળ્યું છે. ત્યારે પોલીસ કમિશનરે બુલડોઝર કાર્યવાહીની સમીક્ષા કરી છે. સર્વે કર્યા બાદ જ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું છે. ગેરકાયદે મિલ્કતો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. કાયદા વિરુદ્ધનું કામ કરનારાઓ પર પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની તમામ કાર્યવાહી સંપૂર્ણ કાયદેસર કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે. ઘુસણખોરીમાં મદદ કરનારા એજન્ટો વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસની તમામ કાર્યવાહી સંપૂર્ણ કાયદેસર – જી. એસ. મલિક

પોલીસ કમિશનર જી. એસ. મલિકે જણાવ્યું હતું કે પોલીસે હાથ ધરેલી તમામ કામગીરી કાયદેસર છે. જે પણ વ્યક્તિ કાયદો હાથમાં લેશે તેના વિરુદ્ધ આ પ્રકારે કડક કાર્યવાહી થશે.ખુદ સ્થાનિક લઘુમતીઓ પણ ઈચ્છે છે કે કડક પગલાં લેવાય.

તો બાંગ્લાદેશી ઘુસણખોરોને ચંડોળા તળાવ વિસ્તારમાં વસવાટ કરવામાં મદદ કરનાર લલ્લા બિહારીના ફાર્મ હાઉસને પણ જમીનદોસ્ત કરી દેવાયું છે. લગભગ 5 હજાર વારમાં ફેલાયેલા તેના ફાર્મ હાઉસ મકાન અને દુકાનો પર બુલડોઝર ફેરવાયું. કુખ્યાત લલ્લા બિહારી ખોટા દસ્તાવેજો તૈયાર કરાવવા, દેહવ્યાપાર કરાવવા જેવા ગુનાહિત કૃત્યોમાં સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો