અમદાવાદમાં ઉમિયાધામના શિલાન્યાસ સમારોહમાં પીએમ મોદી સોમવારે વર્ચ્યુઅલી જોડાશે

|

Dec 12, 2021 | 11:11 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડિઓ કોન્ફરન્સથી સંબોધન કરશે. જેની બાદ પ્રોજેક્ટનું કામ પુરજોશમાં શરૂ કરવામાં આવશે. તેમજ 4 વર્ષમાં 1500 કરોડનો પ્રોજેકટ પૂર્ણ કરવાનું લક્ષ્ય છે..

અમદાવાદના(Ahmedabad)સોલા ખાતે ઉમિયાધામ(Umiyadham)મંદિરનો  ત્રિ-દીવસીય ભવ્ય શિલાન્યાસ મહોત્સવ યોજાઈ રહ્યો છે.આ શિલાન્યાસ મહોત્સવના ત્રીજા દિવસે  સોમવારે શિલાપૂજન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યૂઅલી જોડાશે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરશે.

ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત કેટલાક પ્રધાનો પણ હાજર રહે તેવી શક્યતા છે.ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહ પ્રસંગે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું.

જેની બાદ પ્રોજેક્ટનું કામ પુરજોશમાં શરૂ કરવામાં આવશે. તેમજ 4 વર્ષમાં 1500 કરોડનો પ્રોજેકટ પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

આ ભવ્ય સોલા ઉમિયાધામ મંદિરની સાથે જ હોસ્ટેલ, આરોગ્ય ભવન, મલ્ટીપર્પઝ હોલનું પણ નિર્માણ કરાશે. 74 હજાર ચોરસ મીટરમાં જમીનમાં આકાર થઈ રહેલો સમગ્ર પ્રોજેક્ટ 1500 કરોડ રૂપિયામાં પૂર્ણ કરાશે. અત્યાર સુધીમાં 55 કરોડની રકમ દાન પેટે પ્રાપ્ત થઈ છે.

ઉમિયાધામમાં 800 લોકો એક સાથે દર્શન કરી શકે તેવી વ્યવસ્થા હશે..આ ઉપરાંત 1200 વિદ્યાર્થીઓ રહી શકે તેવી હોસ્ટેલનું નિર્માણ કરાશે. જેમાં એક ભોજનશાળા હશે. તો 50 રૂમનું એક ગેસ્ટ હાઉસ તૈયાર કરાશે. આ મંદિર પરિસરમાં એક હજાર કાર એકસાથે પાર્ક થાય તેવું પાર્કિંગ બનાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના સોલા ખાતે ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહના બીજા દિવસ રવિવારે લક્ષચંડી યજ્ઞનું આયોજન કરાયું. લક્ષચંડી યજ્ઞકરીને શિલાન્યાસની ભૂમીને પવિત્ર કરવામાં આવી.. મુખ્ય યજમાન પદે બાબુભાઇ જમનાદાસ પટેલ હતા.

આ સાથે જ 101 પાટલા યજમાનોએ યજ્ઞમાં ભાગ લીધો.. વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી.. ભક્તો યજ્ઞની પરિક્રમા કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.. ખાસ રાજસ્થાની કારીગરો દ્વારા યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી હતી..

અમદાવાદના સોલા ખાતે ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહના બીજા દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું જેનો હજારો લોકો લાભ લેશે. નવચંડી યજ્ઞ માટે વિશેષ રીતે યજ્ઞ શાળા તૈયાર કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે 51 કરોડ ‘શ્રી ઉમિયા શરણમ્ મમ’ મંત્ર લેખનની પોથી યાત્રા યોજાઈ હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દ્વિ દિવસીય સેમિનારનું આયોજન

આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 56 કેસ નોંધાયા

Next Video