સાવધાન : Ahmedabad માં પાણીપુરીના ત્રણ સેમ્પલ ફેલ, ગંદુ પાણી વપરાતું હોવાનું ખૂલ્યું

|

Sep 01, 2021 | 9:40 PM

પાણીપુરીમાં સુએજ તેમજ ગટરનું ગંદુ પાણી વપરાતું હોવાનું સામે આવ્યું છે. જ્યારે પાણી-પુરીની ચટણીમાં કૃત્રિમ કલરનો ઉપયોગ કરાતો હતો. આ બેક્ટેરિયાવાળુ ગંદુ પાણી વધારે પેટમાં જાય તો ઝાડા-ઉલટી કે પેટની અન્ય બિમારીઓ થવાનો ખતરો રહેલો છે

અમદાવાદ આરોગ્ય વિભાગની તપાસમાં પાણીપુરીના 3 સેમ્પલ ફેલ થયા છે. તેથી પાણીપુરી ખાવાના શોખીનએ હવે ચેતી જવાની જરૂર છે. જેમાં લારી કે બજારમાં મળતી ગંદી પાણીપુરી આપને બિમાર પાડી દેશે. આ પાણીપુરી આપને દવાખાને પહોંચાડી શકે છે. પાણીપુરીમાં સુએજ તેમજ ગટરનું ગંદુ પાણી વપરાતું હોવાનું સામે આવ્યું છે. જ્યારે પાણી-પુરીની ચટણીમાં કૃત્રિમ કલરનો ઉપયોગ કરાતો હતો. આ બેક્ટેરિયાવાળુ ગંદુ પાણી વધારે પેટમાં જાય તો ઝાડા-ઉલટી કે પેટની અન્ય બિમારીઓ થવાનો ખતરો રહેલો છે.

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. શહેરમાં પાછલા 3 મહિનામાં નોંધપાત્ર કેસ વધ્યા છે. શહેરમાં વરસાદી માહોલ થતાં રોગચાળાના કેસમાં પણ સતત વધારો થયો છે.. પાણીજન્ય રોગચાળાની વાત કરીએ તો ઝાડા ઉલ્ટીના ૩૪૪ કેસ, કમળો ૧૮૬ કેસ, ટાઇફોઇડ ૨૭૬ કેસ અને કોલેરા ૩ કેસ છે.

આ તરફ શહેરની હોસ્પિટલોમાં રોજે રોજ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.અહીં ઓપીડીની સંખ્યામાં જે રીતે વધારો થઈ રહ્યો છે એ જોતાં પાલિકાના આંકડાઓથી ક્યાંય વધારે કેસ હોવાનો અંદાજ મળી રહ્યો છે..ત્યારે કોર્પોરેશન રોગચાળાને કાબૂ કરવામાં પ્રયાસો વધારે એવું લોકો ઈચ્છી રહ્યા છે..

આ ઉપરાંત શહેરના બોડકદેવ, ગોતા, લાંભા, શાહીબાગ, નવરંગપુરા, જોધપુર, થલતેજ સહિતના વિસ્તારોમાં મચ્છર જન્ય રોગચાળની અસર વધુ જોવા મળી છે.AMCએ શહેરીજનોને તકેદારી રાખવા ચેતવણી આપી છે. તો શ્રમજીવી પરિવારોને મચ્છરજાળીનો ખાસ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : ચેતજો : ગ્રીન ટિક કરેલ પેકડ ફૂડ પ્રમાણિત વેજીટેરિયન નથી, સરકારે હાઇકોર્ટમાં કર્યો આ ખુલાસો

આ પણ વાંચો : Surat : રોજની 50 કરતા વધુ ફ્લાઇટ છતાં સુરત એરપોર્ટ CISF સુરક્ષાથી વંચિત

 

Published On - 9:36 pm, Wed, 1 September 21

Next Video