ચેતજો : ગ્રીન ટિક કરેલ પેકડ ફૂડ પ્રમાણિત વેજીટેરિયન નથી, સરકારે હાઇકોર્ટમાં કર્યો આ ખુલાસો

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવા આવતી લેબોરેટરીમાં આ પ્રકારના ટેસ્ટ માટેની પૂરતી સુવિધા નથી.તેમજ વધુમાં જણાવ્યું કે વેજીટેરિયન સર્ટિફિકેટ પ્રાથમિક તપાસ અને ધારણાને આધારે આપવામાં આવે છે.

ચેતજો : ગ્રીન ટિક કરેલ પેકડ ફૂડ પ્રમાણિત વેજીટેરિયન નથી, સરકારે હાઇકોર્ટમાં કર્યો આ ખુલાસો
Warning Green tick packaged food is not a Authentic Veg govt reveals in High Court(File Photo)

ગુજરાત(Gujarat) માં વેચવામાં આવતા અને વેજેટીરીયન(Vegetarian) હોવાનો દાવો કરાતા રેડી ટુ ઇટ ફૂડ વેજીટેરિયન(શાકાહારી)  જ છે તે પ્રમાણિત કરવા માટે સરકારે પાસે કોઇ વ્યવસ્થા નથી. આ વાતનો સ્વીકાર ખુદ રાજ્ય સરકારે હાઇકોર્ટમાં એક કેસની સુનવણીમાં કર્યો છે.

હાઇકોર્ટે આ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારને વિગતવાર સંપૂર્ણ અહેવાલ રજૂ કરવા માટે પણ નિર્દેશ કર્યો

તેમજ આ અંગે ગુજરાત હાઇકોર્ટે કહ્યું છે કે એનો મતલબ એ છે કે ગ્રીન ટેગ ઘરાવતા ફૂડ એ વેજીટેરિયન છે તે પ્રમાણિત કરવા માટે કોઇ વ્યવસ્થા નથી. હાઇકોર્ટે આ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારને વિગતવાર સંપૂર્ણ અહેવાલ રજૂ કરવા માટે પણ નિર્દેશ કર્યો છે.એક્ટિંગ ચીફ જસ્ટિસ વિનીત કોઠારી અને જસ્ટિસ ઉમેશ ત્રિવેદીએ એક જાહેર હિતની અરજીની સુનવણી દરમ્યાન આ બાબત જણાવી  હતી.

જાહેર હિતની અરજી મુંબઈ સ્થિત જીવદયા મંડળી દ્વારા એડવોકેટ નિમેશ કાપડિયાએ કરી હતી જેમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006  લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી.

લેબોરેટરીમાં આ પ્રકારના ટેસ્ટ માટેની પૂરતી સુવિધા નથી

આ અંગે જવાબ આપતા સરકારે  જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવા આવતી લેબોરેટરીમાં આ પ્રકારના ટેસ્ટ માટેની પૂરતી સુવિધા નથી.તેમજ વધુમાં જણાવ્યું કે વેજીટેરિયન સર્ટિફિકેટ પ્રાથમિક તપાસ અને ધારણાને આધારે આપવામાં આવે છે.આ અંગે અદાલતે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે આ કેવી રીતે ચલાવી લેવાય. જ્યારે લોકો ગ્રીન ટેગને વેજીટેરિયન ફૂડ હોવાનું માને છે. તેમજ જો તે વેજેટીરિયન ફૂડ નથી તો તે સ્વીકારવા યોગ્ય નથી.

સરકારની જવાબદારી છે કે આ અંગેની યોગ્ય માહિતી લોકોને મળે

તેમજ આ રીતે લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ તેમ છે. તેમજ આ બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારોનો પણ ભંગ છે.હાઇકોર્ટે ટકોર કરતાં જણાવ્યું કે આ સરકારની જવાબદારી છે કે આ અંગેની યોગ્ય માહિતી લોકોને મળે.તેમજ ગ્રાહકને એ જાણવાનો સંપૂર્ણ અધિકાર છે કે પેક કરવામાં આવેલું ગ્રીન ટીક ઘરાવતું ફૂડ 100 ટકા વેજીટેરિયન છે. તેમજ તેમાં કોઇ પણ નોન-વેજ મટિરિયલ એડ કરવામાં આવ્યું નથી.

આ પણ  વાંચો : Maharashtra : ભૂતપૂર્વ ન્યાયાધીશ શરદ બોબડેની મોહન ભાગવત સાથે મુલાકાત, બેઠકનું કારણ અકબંધ

આ પણ વાંચો : Ahmedabad : ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હલ કરવા કોર્પોરેશન પાર્કિંગ પોલિસી જાહેર કરશે

Click on your DTH Provider to Add TV9 Gujarati