Ahmedabad: વકર્યો પાણીજન્ય રોગચાળો! ગરમીમાં વધારા સાથે રોગચાળો પણ વધ્યો, 3 મહિનામાં બિમારીમાં 3 ગણો વધારો થયો

અમદાવાદમાં ગરમી વધી છે એની સાથે રોગચાળો પણ વધ્યો છે. ઝાડા, ઉલટી, ટાઈફોઇડ અને કમળાના વધતાં કેસ નાગરિકોની ફિકર વધારી રહ્યા છે. મે મહિનામાં ઝાડા ઉલ્ટીના 550 કેસ નોંધાયા છે તો કમળાના મે મહિનામાં 110 કેસ, ટાઈફોઈડના 177 કેસ નોંધાયા છે. વર્ષ 2022માં ઝાડા ઉલ્ટીના 2112 કેસ અને કમળાના 596 કેસ નોંધ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 10:56 PM

Ahmedabad: અમદાવાદમાં ગરમી વધી છે એની સાથે રોગચાળો (Waterborne epidemics) પણ વધ્યો છે. ઝાડા, ઉલટી, ટાઈફોઇડ અને કમળાના વધતાં કેસ નાગરિકોની ફિકર વધારી રહ્યા છે. ત્યારે હાલ અમદાવાદની શું સ્થિતિ છે, જાણીએ આ અહેવાલમાં. ઉનાળાની ગરમીમાં જ્યારે લોકો પીવાના પાણી માટે ટળવળી રહ્યા છે. ત્યારે દૂષિત પાણીથી (Contaminated water) પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. સ્થિતિ એવી છે કે, પાણી જન્ય રોગચાળામાં ગત ત્રણ મહિનામાં ત્રણ ગણો વધારો થયો છે. જેમાં ઝાડા, ઉલટી, ટાઈફોઇડ અને કમળાના કેસમાં વધારો નોંધાયો છે.

મહત્વનું છે કે, મે મહિનામાં ઝાડા ઉલ્ટીના 550 કેસ નોંધાયા છે તો કમળાના મે મહિનામાં 110 કેસ, ટાઈફોઈડના 177 કેસ નોંધાયા છે. વર્ષ 2022માં ઝાડા ઉલ્ટીના 2112 કેસ અને કમળાના 596 કેસ નોંધ્યા છે. વર્ષ 2022માં ટાઈફોઈડના 614 કેસ અને 6 માસમાં કોલેરાના 7 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષે ઉનાળામાં લૂ લાગવાના 44 કેસ નોંધાયા છે. એપ્રિલના અંત અને મેં મહિનામાં લૂ લાગવાના નોંધપાત્ર કેસ જોવા મળ્યા છે. શહેરની સોલા સિવિલ, LG હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. શહેરના ઘણા વિસ્તારમાં દૂષિત પાણી મળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરની હોસ્પિટલો ઉભરાઈ રહી છે.

ગુજરાતમાં છૂટો છવાયો પડી શકે છે વરસાદ

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો અને હળવો વરસાદ પડી શકે છે. જયારે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજસ્થાન પર સર્જાયેલી સિસ્ટમ હજી પણ સક્રિય છે. રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેશે. મહત્વનું છે કે, બે દિવસ બાદ ગુજરાતમાં ફરી ગરમી વધવાની શકયતા છે. જયાં તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

અસહ્ય બફારા બાદ રાજકોટમાં વરસાદી ઝાપટું

શહેરમાં ભારે ઉકળાટ બાદ આજે વરસાદ પડ્યો. આજે શહેરના ગોંડલ રોડ,ત્રિકોણ બાગ,ઢેબર રોડ,રેસકોર્ષ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદી ઝાંપટાને કારણે થોડા સમય માટે તો ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. વરસાદ પડતા શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. હવામાન વિભાગે હાલમાં જ ગુજરાતમાં (Gujarat) પ્રિ મોન્સુન એક્ટિવિટી એક્ટિવ હોવાની આગાહી કરી હતી અને આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી હતી, જેના ભાગરૂપે આજે રાજકોટમાં ભારે ઉકળાટ બાદ સાંજના પાંચ વાગ્યે વરસાદ પડ્યો હતો, જેના કારણે વાતાવરણમા ઠંડક પ્રસરી હતી.

Follow Us:
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">