Ahmedabad : ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ ગાંધીનગરમાં વધુ એક ફરિયાદ નોંધાઈ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 26, 2023 | 5:42 PM

મહત્વપૂર્ણ છે કે આ એ જ તથ્ય પટેલ છે જેણે ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોનો ભોગ લીધો હતો. હાલ તે જેલ હવાલે છે.આપને જણાવી દઇએ કે અત્યાર સુધી તથ્ય સામે કુલ ત્રણ ફરિયાદ નોંધાઇ ચૂકી છે. જોકે અહીં સવાલ એ સર્જાય કે તથ્ય પટેલ વિરૂદ્ધ ફરિયાદમાં કેમ મોડું કરાયું છે.

Gandinagar : અમદાવાદમાં(Ahmedabad)  ઇસ્કોન બ્રિજ અકસ્માતના (ISKCON Bridge Accident)  આરોપી તથ્ય પટેલના વધુ એક કાંડનો પર્દાફાશ થયો છે. જેમાં અમદાવાદ બાદ હવે ગાંધીનગરના (Gandhinagar)   સાંતેજ પોલીસ મથકે પણ તથ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે . જેમાં ગત 31 ડિસેમ્બરની રાત્રે તથ્યએ વાંસજડાથી સાણંદ જતાં મુખ્ય માર્ગ પર આવેલા મંદિરના પિલર સાથે જેગુઆર કાર અથડાવી હતી.કારની ટક્કર એટલી જોરદાર હતી કે મંદિરનો એક ભાગ નમી ગયો હતો અને બળીયાદેવના મંદિરને નુકસાન પહોંચ્યું હતું.

આ પણ વાંચો : Rajkot : PM Modi માટે કોઇનમેને તૈયાર કરી ખાસ સિક્કાઓની ફ્રેમ,વિશ્વના તમામ ચલણી સિક્કાઓનો સમાવેશ

મહત્વપૂર્ણ છે કે આ એ જ તથ્ય પટેલ છે જેણે ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોનો ભોગ લીધો હતો. હાલ તે જેલ હવાલે છે.આપને જણાવી દઇએ કે અત્યાર સુધી તથ્ય સામે કુલ ત્રણ ફરિયાદ નોંધાઇ ચૂકી છે. જોકે અહીં સવાલ એ સર્જાય કે તથ્ય પટેલ વિરૂદ્ધ ફરિયાદમાં કેમ મોડું કરાયું છે.

તો તથ્ય વિરૂદ્ધ નોંધાયેલી ત્રીજી ફરિયાદના પુરાવાનો કેસની તપાસમાં ઉપયોગ કરાશે. આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીનો દાવો છે કે આ પુરાવા પોલીસ માટે ઉપયોગી સાબિત થશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો