AHMEDABAD : સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પે સોસાયટીઓ પર સ્ટેમ્પ ડ્યુટીના વધારાના કરબોજના અહેવાલોને ફગાવ્યા

|

Aug 03, 2021 | 6:49 AM

વકીલોનું કહેવુ છે કે સરકાર પરિપત્રો દ્વારા પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. સરકારે યોગ્ય રીતે સ્પષ્ટતા કરવી જોઇએ કે જેથી લોકોમાં ચિંતા ન ફેલાય.

AHMEDABAD : અમદાવાદ સહિત રાજ્યભરની હજારો સોસાયટીઓ પર સ્ટેમ્પ ડ્યુટીનો વધારાનો કરબોજ પડશે તેવા અહેવાલોને સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પે ફગાવી દીધા છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટીને લગતો કોઇ વધારો કે ફેરફાર કર્યો નથી. મહેસાણાના નાયબ કલેક્ટર દ્વારા 22-12-2020ના રોજ તેમના તાબાના અધિકારીઓને પત્ર લખ્યો હતો કે 1982 પહેલાના સહકારી મંડળીને લગતા મિલકતની તબદીલીને લગતા લેખ કે ફાળવણી પત્ર હોય તેના પર પણ સ્ટેમ્પ ડ્યુટી લાગશે. જો કે મહેસાણા ડેપ્યુટી કલેક્ટરનો આ પરિપત્ર પણ ઉચિત ન હોવાનું સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પનું કહેવુ છે. આ તરફ વકીલોનું કહેવુ છે કે સરકાર પરિપત્રો દ્વારા પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. સરકારે યોગ્ય રીતે સ્પષ્ટતા કરવી જોઇએ કે જેથી લોકોમાં ચિંતા ન ફેલાય.

આ પણ વાંચો : AHMEDABAD : બોગસ બિલિંગ મામલે સ્ટેટ GST વિભાગે બે શખ્સોની ધરપકડ કરી

આ પણ વાંચો : AHMEDABAD : વાસણા વિસ્તારમાં આવેલી જ્વેલર્સમાંથી તસ્કરો લાખો રૂપિયાના દાગીના ચોરીને ફરાર

Next Video