Ahmedabad: નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ચંડીગઢમાં યોજાયેલી સોલાર વ્હિકલ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાન મેળવ્યુ

|

Jan 12, 2022 | 8:41 AM

નિરમાના વિદ્યાર્થીઓ 6 ઈવેન્ટમાંથી 5 ઈવેન્ટ જીતી ચુક્યા હતા. આ કોમ્પિટિશનમાં કુલ કુલ 8 કેટેગરી હતી, જેમાં અલગ અલગ કેટેગરી મુજબ સોલાર વ્હીકલની ચકાસણી કરવામાં આવી હતી. તમામ ઈવેન્ટમાં નિરમાના વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કરતા પ્રથમ સ્થાન મળ્યું છે.

અમદાવાદની નિરમા યુનિવર્સિટી (Nirma University)ના વિદ્યાર્થીઓ (Students)એ ચંડીગઢમાં યોજાયેલી સોલાર વ્હિકલ ચેમ્પિયનશિપ(Solar Vehicle Championship) ESVC 2021માં પ્રથમ સ્થાન મેળવ્યુ છે. જેના માટે નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રૂપિયા 1.5 લાખનું ઈનામ પણ મળ્યું છે.

ચંડીગઢ ખાતે ચેમ્પિયનશિપ ESVC 2021નું આયોજન કરવામાં આવ્યુ હતુ. નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ જાતેજ સોલાર વ્હીકલ ચેમ્પિયનશિપની માહિતી મેળવી પ્રોફેસરની મદદથી તેમાં ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશિપ ESVC 2021માં નિરમા યુનિવર્સિટીના 35 વિદ્યાર્થીઓની ટીમે ભાગ લીધો હતો. ભારતની 20 એન્જિનિયરીંગ કોલેજમાંથી નિરમાના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓની ટીમને રૂપિયા 1.5 લાખનું ઈનામ પણ મળ્યું છે.

નિરમાના વિદ્યાર્થીઓ 6 ઈવેન્ટમાંથી 5 ઈવેન્ટ જીતી ચુક્યા હતા. આ કોમ્પિટિશનમાં કુલ કુલ 8 કેટેગરી હતી, જેમાં અલગ અલગ કેટેગરી મુજબ સોલાર વ્હીકલની ચકાસણી કરવામાં આવી હતી. તમામ ઈવેન્ટમાં નિરમાના વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કરતા પ્રથમ સ્થાન મળ્યું છે.

આ અંગે વધુ માહિતી આપતા કોમ્પિટીશનમાં ભાગ લેનારા વિદ્યાર્થી હેનિલ ગજ્જરે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટની કામગીરી કોરોનાના સમયગાળામાં અમે શરૂ કરી હતી અને તે સમયમાં સ્પેરપાર્ટ લાવવા, મેન્યુફેકચરિંગ કરવું વગેરે અમારા માટે અઘરું હતું, પરંતુ યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા અમને પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમે આગળ જતાં હજુ એક કોમ્પિટિશનમાં ભાગ લેવાના છીએ જે ઇન્ટરનેશનલ લેવલની છે જે કોઇમ્બતુરમાં યોજાશે.

આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ દ્વારા ફોર સિટર વ્હીકલ પણ બનાવીને માસ પ્રોડક્શન કરવામાં આવશે. જેથી દેશને પણ ફાયદો થઈ શકે.

 

આ પણ વાંચોઃ

કોરોના સંક્રમિત દર્દીઓને સ્પેશિયાલિસ્ટ તબીબોની મદદ મળે તે માટે ભાજપ ડોક્ટર સેલે કરી કોવિડ ટાસ્કફોર્સની રચના

આ પણ વાંચોઃ

Ahmedabad: બી.જે.મેડીકલ કોલેજની લેબને 24 કલાક કાર્યરત કરાઈ, કોરોના સેમ્પલના રિપોર્ટ ઝડપથી મળે તે માટે કરાઇ વ્યવસ્થા

Next Video