હવે જૈન ઉદ્યોગમાંથી ખરીદેલા અથાણામાંથી નીકળી મરેલી ગરોળી, અડધું અથાણું પત્યા બાદ ગ્રાહકને થઇ જાણ, જુઓ Video

|

Jun 29, 2024 | 9:36 AM

જો તમે બહારનું ચટાકેદાર ખાવાના કે બહારથી ચીજવસ્તુઓ લાવીને ખાવાના શોખીન છો, તો ચેતી જજો. તમે જોયું હશે કે રાજ્યમાં થોડા દિવસોથી ખાવામાં અનેક પ્રકારના જીવજંતુઓ નીકળી રહ્યાં છે. પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ખાવું શું એ જ એક મોટો સવાલ થઈ ગયો છે. ત્યારે હવે એક અથાણામાંથી ગરોળી નીકળવાના સમાચાર સામે આવ્યા છે.  

અથાણામાંથી નીકળી ગરોળી

ઘટના કઇક એવી છે કે અમદાવાદના આનંદનગર વિસ્તારમાં  હિનાબેન નામના મહિલા એક મહિનાથી અથાણું આરોગી રહ્યાં હતા. એક મહિનો અથાણું ખાધા પછી તેમને ખબર પડી કે આ અથાણામાં તો ગરોળી હતી. જે તેમણે જૈન ગૃહ ઉદ્યોગમાંથી લીધું હતું.

ગ્રાહક સુરક્ષા નંબરમાં કોલ કરતા મળ્યો ઉડાઉ જવાબ

ચોંકાવનારી વાત તો એ છે કે, અથાણાની બરણી પર આપેલા ગ્રાહક સુરક્ષા નંબર પર કોલ કર્યો તો સામેથી ઉડાઉ જવાબ મળ્યો. ગૃહ ઉદ્યોગમાંથી જવાબ મળ્યો કે, શોપ ઉપરથી બેનને નવું અથાણું મળી જશે. હિનાબેને ફુડ સેફ્ટી ટોલ ફ્રિ નંબર પર કોલ કર્યો, પરંતુ ત્યાંથી પણ તેમને કઇક એવો જ જવાબ મળ્યો.

અગાઉ પણ બની આવી અનેક ઘટના

ખોરાકમાં આવી બેદરકારીની ભેળસેળ અનેકવાર સામે આવી છે.  આપણા રાજ્યની જ આવી અનેક ઘટનાઓ છે. ક્યાંક મરેલો વંદો, તો ક્યાંક માખી, ક્યાંક મંકોડો, તો ક્યાંક મરેલી ગરોળી ખોરાકમાં ઝેર ફેલાવી ચૂકી છે. અમદાવાદથી માંડીને સુરત સુધી, રાજકોટથી માંડીને જામનગર સુધી ખોરાકમાં લોલમલોલની ઘટનાઓને અંજામ મળી ચૂક્યો છે. વડોદરામાં પફમાંથી અને ભોજનમાંથી વંદો નિકળવાની ઘટના સર્જાઇ હતી. તો ખિચડી અને શાકમાંથી મરેલી જીવાત નિકળતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. તો અમદાવાદમાં પિઝામાંથી માખી અને દાસ ખમણની ચટણીમાંથી જીવાત નિકળી ચૂકી છે.

Next Video