Ahmedabad : સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી કરાવતા નવનિર્મિત અરાઈવલ હોલનું ઉદ્ઘાટન કરાયું, જુઓ Video

|

Aug 24, 2023 | 10:57 PM

એરપોર્ટના ટર્મિનલ-2 પર આંતરરરાષ્ટ્રીય મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા ઈમિગ્રેશન વિસ્તાર સહિત નવો અરાઈવલ હોલ ખુલ્લો મુકવામાં આવ્યો છે.

અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ખાતે નવા અરાઈવલ હોલનું (Arrival Hall) ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નવનિર્મિત ઈન્ટિરિયર્સમાં ગુજરાતની ઝાંખી અને પરંપરાગત સંસ્કૃતિને કંડારવામાં આવી છે.

એરપોર્ટના ટર્મિનલ-2 પર આંતરરરાષ્ટ્રીય મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા ઈમિગ્રેશન વિસ્તાર સહિત નવો અરાઈવલ હોલ ખુલ્લો મુકવામાં આવ્યો છે. આંતરરરાષ્ટ્રીય અરાઈવલ હોલનું પેસેન્જર ટ્રાફિકને સરળ બનાવવા અને ક્ષમતા વધારવા નવનિર્માણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો Ahmedabad: સોશિયલ મીડિયા પર જાહેરાત આપી રોકાણ માટે લોભામણી લાલચ આપનાર 3 આરોપી ઝડપાયા

અમદાવાદ પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર હોવાને કારણે આ હોલના નિર્માણમાં તેના સમૃદ્ધ વારસાને સામેલ કરવામાં આવ્યો છે. ગતિશીલ ગુજરાતનો સમૃદ્ધ વારસો, વિશિષ્ટ વિધિઓ અને પરંપરાગત સંસ્કૃતિને ધ્યાનમાં રાખી ‘અમારુ અમદાવાદ’ની થીમ હેઠળ ટર્મિનલના આગમન વિસ્તારને ડિઝાઈન કરવામાં આવ્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video