Ahmedabad Navratri 2023: અમદાવાદના ગરબામા 700 વર્ષ જુની પરંપરાગત માતાજીની પછેડી, જાણો પરંપરાની ખાસ વિગતો આ Video દ્વારા
આ એ કલાકારીગરી છે કે જેમા સાબરમતિ નદીના કિનારે રહેતા દેવીપૂજક સમાજને હસ્તગત છે અને આ જ માતાજીની પછેડી બનાવનારા ભાનુભાઈ ચિતારાને વર્ષ 2023માં પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો. તાજેતરમાંજ આ કલાને GI ટેગ મળવાને લઈ આ નામથી કે કોઈ બ્રાંડથી તેને વેચી નહી શકે. પટોળા, ફર્નિચર, જરીકામ બાદ માતાજીની પછેડી હવે વિશ્વકક્ષાએ પહોંચી છે.
અમદાવાદમાં ચાલી રહેલા ગરબા અને માતાજીના ભકિતના માહોલ વચ્ચે માતાજીની પછેડીને લઈ ભક્તોમા જીજ્ઞાસા વધી છે. તાજેતરમાં અદાણી શાંતિગ્રામ ખાતે યોજવામાં આવેલા ગરબા દરમિયાન માતાજીની સ્થાપના પાછળ પછેડીનું ચિત્ર જોવા મળ્યું. આ પછેડી કોઈ સામાન્ય નથી પરંતુ 700 વર્ષ જુની એ પરંપરા છે કે જેને તાજેતરમાં વૈશ્વિક ધોરણે ઓળખ પણ મળી ચુકી છે.
આ એ કલાકારીગરી છે કે જેમા સાબરમતિ નદીના કિનારે રહેતા દેવીપૂજક સમાજને હસ્તગત છે અને આ જ માતાજીની પછેડી બનાવનારા ભાનુભાઈ ચિતારાને વર્ષ 2023માં પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો. તાજેતરમાંજ આ કલાને GI ટેગ મળવાને લઈ આ નામથી કે કોઈ બ્રાંડથી તેને વેચી નહી શકે.
પટોળા, ફર્નિચર, જરીકામ બાદ માતાજીની પછેડી હવે વિશ્વકક્ષાએ પહોંચી છે. અદાણી શાંતિગ્રામ ખાતે માતાજીની સ્થાપના દરમિયાન મુકવામાં આવેલી માતાજીની પછેડીમાં માતાના 9 સ્વરૂપને ખાસ બનાવડાવવામા આવ્યા છે. માતાજી વચ્ચે બિરાજમાન છે જે મહિષ મુંડ પર સવાર છે તો સૌથી ઉપર બહુચર માતાજી જે કુકડા પર સવાર છે.
આ પછેડી કેવી રીતે બનાવવામાં આવી છે તેના બનાવવા પાછળ કેટલો સમય ગયો છે અને તેનું ઐતિહાસિક મૂલ્ય કેવું છે તે જાણવા માટે જુઓ ખાસ વિડિયો કે જે અમદાવાદના ગરબાના આયોજકો દ્વારા ટીવી9 ને ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

