Ahmedabad : ખાનપુર દરવાજા પાસે છરીના ઘા ઝીંકી યુવકની હત્યા, ઘટના CCTVમાં કેદ, જુઓ Video
Ahmedabad : અમદાવાદમાં દિવસે દિવસે ગુનાઓનું (Crime) પ્રમાણ સતત વધી રહ્યું છે. જયાં પોલીસનો ડર ન હોય તેવી રીતે હત્યાના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં ફરી એક આવો બનાવ સામે આવ્યો છે.અમદાવાદના ખાનપુર દરવાજા પાસે પૈસાની લેતીદેતીમાં જાહેરમાં ખુની ખેલ ખેલાયો છે.

ઘટનાની વાત કરીએ તો ખાનપુરમાં ભર બજારમાં છરીના ઘા ઝીંકી સાબિર નામના એક શખ્સને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. સારવાર દરમિયાન આ વ્યક્તિએ દમ તોડ્યો હતો.સરા જાહેર હત્યાના CCTVમાં કેદ થઈ છે. જયાં જોઈ શકાય છે કે આરોપી શાનુંને પોલીસનો ડર ન હોય તેવી રીતે સાબિર પર એક પછી એક છરીના ઘા ઝીંકી રહ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Sep 21, 2023 09:48 AM