અમદાવાદ : પરશુરામ જયંતિ પહેલા તકતીને તોડવાની ઘટના, લોકોએ દોષિતો સામે કડક કાર્યવાહીની કરી માગ

અમદાવાદ : પરશુરામ જયંતિ પહેલા તકતીને તોડવાની ઘટના, લોકોએ દોષિતો સામે કડક કાર્યવાહીની કરી માગ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 12:56 PM

અમદાવાદ શહેરમાં પરશુરામ જયંતિની(Parshuram Jayanti) આગલી રાત્રે જ તકતી તોડવાની ઘટના સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદના(Ahmedabad)  મલાવ તળાવ પાસે ભગવાન પરશુરામની (Lord Parshuram)  તકતીને તોડવાની ઘટના સામે આવી છે. પરશુરામ જયંતિની આગલી રાત્રે જ આ ઘટના બની હતી.અજાણ્યા શખ્સો દ્વારા રાત્રે આ કૃત્ય કરવામા આવ્યું હોવાની માહિતી મળી રહી છે. જેને લઈને લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. આ અંગે જાણ થતાની સાથે જ મોડીરાત્રે લોકો એકત્ર થઈ ગયા હતા અને આવું કૃત્ય કરનારા સામે કડક કાર્યવાહી કરાય તેવી માગ કરવામાં આવી હતી.

શહેરમાં પરશુરામ જયંતિની ઉજવણી

આજે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ અમદાવાદ શહેર દ્વારા આયોજિત ભગવાન પરશુરામ જન્મોત્સવના (Parshuram Jaynti) રોજ ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ, માતૃસંસ્થા દ્વારા સમગ્ર ગુજરાતના 23 જિલ્લાઓ તથા તેના 165 તાલુકામાં આ શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદ ખાતે પ્રસ્થાન સ્થળ કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર, સાળંગપુરથી સવારે 7.30 કલાકે યાત્રા નીકળી હતી, જેનો રૂટ અંદાજે 12 કિલોમીટરનો રહેશે.

ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા

ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્યાતિભવ્ય શોભાયાત્રાઓ, સમુહ આરતી અને રાત્રે ભવ્યાતિભવ્ય ડાયરો, તથા અન્ય ધાર્મિક કાર્યક્રમ, સમુહ પ્રસાદ વિતરણ, અને તમામ જગ્યાએ છાસ, લિંબૂ સરબત, જરૂરીયાત મંદ લોકોને વિશાળ સંખ્યામાં ભોજન વિતરણના સમગ્ર સમાજનાં લોકોને સાથે મળીને સેવાકીય પ્રવૃતિઓ કરીને વસુદેવ કુટુમ્બ કમની કામના સાથે  મળીને ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.તમને જણાવી દઈએ કે, હાલ ગુજરાતમાં 23 જિલ્લાઓ અને 165 તાલુકામા વિશાળ સંખ્યામાં સંગઠનો ધરાવે છે.

Published on: May 03, 2022 09:14 AM
g clip-path="url(#clip0_868_265)">