Ahmedabad: થલતેજથી જૂની હાઈકોર્ટ સુધી મેટ્રોની ટ્રાયલ શરૂ કરાઈ, સલામતી સહિતના તમામ પાસાઓ ચકાસાશે

|

Apr 30, 2022 | 6:52 AM

ટ્રાયલ માટે 3 કાર ટ્રેનને એપેરલ પાર્કથી ટનલ મારફતે એલિવેટેડ ઈસ્ટ-વેસ્ટ કોરિડોર પર ખસેડવામાં આવી હતી. ઓગસ્ટ સુધીમાં મેટ્રો ટ્રેનના ફેઝ-1ના તમામ 40 કિલોમીટરના રુટ પર ટ્રેન દોડતી થઈ જાય તેવી તૈયારી ચાલી રહી છે.

અમદાવાદ (Ahmedabad) માં મેટ્રો (Metro) ટ્રેનના ફેઝ-1ના તમામ રુટનો લાભ શહેરીજનોને મળી રહે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે થલતેજથી જૂની હાઈકોર્ટ સુધી મેટ્રોની ટ્રાયલ શરૂ કરાઈ હતી. ટ્રાયલ માટે 3 કાર ટ્રેનને એપેરલ પાર્કથી ટનલ મારફતે એલિવેટેડ ઈસ્ટ-વેસ્ટ કોરિડોર પર ખસેડવામાં આવી હતી. આ ટ્રાયલમાં ટ્રેનના સ્થિર અને ગતિશીલ પરીક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો. તેમજ સલામતી (security) સહિતના તમામ પાસાઓમાં પેસેન્જર સેવા માટે તેની તત્પરતા સુનિશ્ચિત કરવામાં આવી હતી.

ઓગસ્ટ સુધીમાં મેટ્રો ટ્રેનના ફેઝ-1ના તમામ 40 કિલોમીટરના રુટ પર ટ્રેન દોડતી થઈ જાય તેવી તૈયારી ચાલી રહી છે. તો આપને જણાવી દઈએ કે મેટ્રોના ફેઝ-1માં કયા કયા રુટ પર ટ્રેન દોડાવવામાં આવશે. જ્યાં એકતરફ વસ્ત્રાલગામથી વસ્ત્રાલ – રબારી કોલોની – અમરાઈવાડી – એપરલ પાર્ક – કાંકરિયા ઈસ્ટ – કાલુપુર રેલવે સ્ટેશન – ઘી કાંટા – શાહપુર – જૂની હાઈકોર્ટ – સ્ટેડિયમ થઈ મેટ્રો ટ્રેન કોમર્સ 6 રસ્તા – ગુજરાત યુનિવર્સિટી – ગુરુકુલ રોડ – દૂરદર્શન કેન્દ્ર અને થલતેજ ગામ પહોંચશે. તો બીજા રુટમાં ગ્યાસપુર ડેપોથી – APMC – જીવરાજ પાર્ક – રાજીવ નગર – શ્રેયસ – પાલડી – ગાંધીગ્રામ – ઉસ્માનપુરા – વિજય નગર અને વાડજ થઈ – રાણીપ – સાબરમતી રેલવે સ્ટેશન – AEC – સાબરમતી અને મોટેરા સુધી મુસાફરોને મેટ્રો ટ્રેનનો લાભ મળશે.

આ પણ વાંચોઃ Surat : માંડવીના પાતલ ગામે વનવિભાગે દીપડીના બચ્ચાનું માતા સાથે પુનઃમિલન કરાવ્યું

આ પણ વાંચોઃ PM MODI 30મી એપ્રિલે મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટ ન્યાયાધીશોની સંયુક્ત પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધશે, CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે

Next Video