Ahmedabad : મેટ્રો ટ્રેનના વેજલપુર APMC થી મોટેરા રુટનો ગુરુવારથી પ્રારંભ, તૈયારીઓ આખરી તબક્કામાં

|

Oct 05, 2022 | 6:35 PM

અમદાવાદ(Ahmedabad)  શહેરમાં મેટ્રો ટ્રેનના(Metro Train)  પ્રથમ તબક્કાનું રુટનું પીએમ મોદીએ 30 ઓકટોબરના રોજ લોકાર્પણ કર્યું છે. જેમાંથી પ્રથમ રુટના એક રુટ વસ્ત્રાલથી થલતેજને બે ઓકટોબરના રોજ જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યો છે. જ્યારે મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાના બીજા રુટ વેજલપુર APMC થી મોટેરાના રુટને 06 ઑક્ટોબરના રોજ શરૂ કરવામાં આવશે.

અમદાવાદ(Ahmedabad)  શહેરમાં મેટ્રો ટ્રેનના(Metro Train)  પ્રથમ તબક્કાનું રુટનું પીએમ મોદીએ 30 ઓકટોબરના રોજ લોકાર્પણ કર્યું છે. જેમાંથી પ્રથમ રુટના એક રુટ વસ્ત્રાલથી થલતેજને બે ઓકટોબરના રોજ જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યો છે. જ્યારે મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાના બીજા રુટ વેજલપુર APMC થી મોટેરાના રુટને 06 ઑક્ટોબરના રોજ શરૂ કરવામાં આવશે. જેની માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. આ રૂટ શરૂ થવાને લઈને મેટ્રો વિભાગ દ્વારા ટ્રેનનું સતત નિરીક્ષણ કરાઈ રહ્યુ છે. જેમાં રૂટ શરૂ થાય તે પહેલા કોઈ ખામી ન રહી જાય તેની દરકાર લેવાઈ રહી છે. તેમજ 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનના ફેસ એકના સંપૂર્ણ રૂટને લીલીઝંડી આપી હતી. જેમાં લીલીઝંડી આપ્યા બાદ 2 ઓક્ટોબરે વસ્ત્રાલથી થલતેજનો સંપૂર્ણ રૂટ શરૂ થયો હતો . જેમાં વેજલપુર APMCથી મોટેરા સ્ટેડિયમ રૂટમાં 15 જેટલા સ્ટેશનો છે.

જેમાં 15 સ્ટેશનમાં મુખ્ય આકર્ષણવાળુ સ્ટેશન જૂની હાઇકોર્ટ છે. જેમાં ઇન્ટરચેન્જ સ્ટેશન હોવાથી આકર્ષણનું સ્ટેશન બન્યું છે. જૂની હાઇકોર્ટ સ્ટેશન પર વસ્ત્રાલથી થલતેજ રૂટ અને વેજલપુર APMCથી મોટેરા રોડ જોડાતો હોવાથી આકર્ષણનું કેન્દ્ર છે. તેમજ હાલ 2 ઓક્ટોબરે શરૂ થયેલા રૂટમાં બહોળી સંખ્યામાં લોકો મુસાફરી કરી રહ્યા છે.

Published On - 6:33 pm, Wed, 5 October 22

Next Video